IPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ

  • April 20, 2025 11:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2025ની 38મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ 9 વિકેટે શાનદાર જીત મેળવી.


IPL 2025ની 38મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ બીજી ટક્કર હતી, જ્યાં મુંબઈની ટીમ બાજી મારવામાં સફળ રહી. આ પહેલા રમાયેલી મેચમાં ચેન્નાઈની ટીમે 4 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ પ્લેઓફની રેસને જોતા આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મુંબઈની આ સિઝનમાં ચોથી જીત છે. બીજી તરફ ચેન્નાઈને છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે.


મુંબઈએ 9 વિકેટે જીત્યો મેચ

મુંબઈ ઇન્ડિયન્સે 177 રનના ટાર્ગેટને 15.4 ઓવરમાં જ એક વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી રોહિત શર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 45 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ 30 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. બીજી તરફ ચેન્નાઈ માટે આ એકમાત્ર વિકેટ રવિન્દ્ર જાડેજાએ મેળવી હતી.


રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેની અડધી સદીઓની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 53 રન બનાવ્યા અને શિવમ દુબેએ 50 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ જસપ્રીત બુમરાહ 2 વિકેટ સાથે મુંબઈનો સૌથી સફળ બોલર રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application