વર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું

  • April 28, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના જામનગર રોડ પર વર્ધમાનનગર સોસાયટી શ્રીરામ બંગ્લોઝમાં રહેતા દ્રુપદબા મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ 54) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોતાના સગા પુત્ર સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રહે. લક્ષ્મીવાડી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર સંજયસિંહના લગ્ન રિયાબા સાથે થયા હતા દસેક મહિના પૂર્વે રિયાબાનું અવસાન થયું છે. સંજયસિંહ અલગ રહે છે તેને ત્રણ સંતાન છે જેમાં કર્મરાજ (ઉ.વ 6), વંશીકા (ઉ.વ 9) ફરિયાદી સાથે રહે છે જ્યારે કાવ્યબા(ઉ.વ 6) તેના નાના સાથે રહે છે.


ગઈ તા. 21/4 ના ફરિયાદી ઘરે હતા ત્યારે બપોરના સમયે પુત્ર સંજયસિંહ અહીં આવ્યો હતો અને બોલાચાલી કરી સંતાનો તેમની સાથે રહેતા હોય તે લઈ જવા બાબતે ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં બળજબરીથી કારમાં અપરણ કરી પડધરી પાસે ઉતારી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તેની ધરપકડ થઈ હતી.


બાદમાં તારીખ 23/4 ના સાંજના સમય ફરિયાદીને પુત્ર સંજયસિંહનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા દીકરા આપી દો મારે તેને મારા ફઈબા નયનાબાના ઘરે મૂકવા જેવા છે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફોન ફરિયાદી સાથે રહેતા જીતેન્દ્રભાઈ ચિત્રોડાના મોબાઈલ પર આવ્યો હતો. પુત્ર સતત આ રીતે ધમકી આપતો હોય તેનાથી ડરી જાય ફરિયાદીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમના પતિ ઘરે આવતા તેઓ ઉલટીઓ કરતા હોય બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પુત્ર વિરોધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application