ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાં રહેતા દેવીબેન નથુભાઈ પારીયા નામના 42 વર્ષના મહિલા ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે તેઓ અકસ્માતે દાઝી જતા તેમને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નથુભાઈ અમરાભાઈ પારીયા (ઉ.વ. 44) એ અહીંની પોલીસને કરી છે.
ભાણવડમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર આંબલીયારા ગામે અનેક પી.એસ.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે આવેલી સમાજ વાડી પાસે રસ્તાની બાજુમાં બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તિ નામનો જુગાર રમી રહેલા હનીફ ઈસ્માઈલ દુરફાની, રાજેશ મનસુખભાઈ ચૌહાણ, સુભાષ શૈલેષભાઈ લીંબડ, હાસમ ઈસ્માઈલભાઈ હિંગોરા, ફિરોજ ગનીભાઈ ખેડારા અને દીપેન વીરજીભાઈ રૂપારેલ નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 12,070 નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech