પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના મૃતક શૈલેષ કળથિયાની પત્નીએ ચાર આતંકીમાંથી પતિના હત્યારાને ઓળખી બતાવ્યો, જુઓ તેની તસવીર

  • April 27, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ થયા છે. જેમાના એક સુરતના શૈલેષભાઈ કળથિયાને પણ આતંકવાદીએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ આ હુમલો કરનાર ચાર આતંકવાદીની તસવીર સામે આવી હતી. જેમાં શૈલેષભાઈને ગોળી મારમાર આતંકવાદીની તસવીર તેમના પત્નીએ ઓળખી બતાવી છે.  


જન્મદિવસની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયા હતા


મુંબઈ ગોરેગાંવ SBIમાં રિજિયોનલ મેનેજર શૈલેષ કળથિયા (મૂળ હરિકુંજ સોસાયટી, નાના વરાછા સુરત અને વતન ધુફણીયા, તા. દામનગર, જિ. અમરેલી) પરિવાર સાથે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસે ગયા હતા. 22 એપ્રિલે આતંકીઓના હુમલામાં શૈલેષ સહિત 26 નિર્દોષ નાગરિકાને ટાર્ગેટ કરાયા હતા. 18 તારીખે શૈલેષ કળથિયા, તેની પત્ની શીતલ, પુત્ર અને પુત્રી નીતિ મુંબઈથી નીકળ્યા હતા. 23 એપ્રિલના રોજ શૈલેષનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરવા માટે કાશ્મીર ગયા હતા. 24 એપ્રિલના રોજ તેમની શ્રીનગરથી મુંબઈની ફ્લાઈટ હતી.


આ તસવીરમાં જેના પર ફરતું સર્કલ કરેલું છે તેણે શૈલેષભાઈ ગોળી મારી હતી 


ક્રૂરતાના દૃશ્યો મૃતકના સંતાનોએ પણ નજરે જોયા હતા

પહલગામ પહોંચ્યા એ પછી ફક્ત 15 મિનિટમાં જ બૈછરનની હરિયાળી જગ્યાને આતંકીઓએ ઘેરી લીધી હતી. બે દાઢીધારી આતંકીઓ તદ્દન નજીક ધસી આવીને હુમલો કર્યો હતો. આતંકીઓએ પર્યટકોને કલમા પઢવાનું કહીને મુસ્લિમ હોય એવાને જુદા તારવી દીધા હતા. ત્યારબાદ શૈલેષને બેથી ત્રણ ફૂટ દૂરથી શરીરની છાતીમાં બે ગોળી ધરબી દીધી હતી. જેથી બેભાન અવસ્થામાં તેઓ પત્નીના ખોળામાં લોહીથી લથબથ હાલતમાં પડી ગયા હતા. આ સમગ્ર ક્રૂરતા દૃશ્યો સંતાનો એ પણ જોયા હતા.


કેમેરાથી આતંકના દૃશ્યો આતંકવાદીઓએ આકાઓ સુધી પહોંચાડ્યાની આશંકા

આ આતંકવાદીએ જ્યારે શૈલેષને ગોળી મારી ત્યારબાદ તે પત્નીના ખોળામાં ઢળી પડ્યો હતો. શૈલેષ ઢળી પડ્યા બાદ બે મિનિટ સુધી આતંકવાદી ત્યાં તેની સામે જ હસતો રહ્યો હતો. જેને ગોળી મારી છે તે મર્યો છે કે નહીં તે જોઈ રહ્યો હતો. આ સાથે તેની ટોપીમાં રહેલા કેમેરાથી આતંકના દ્રશ્યો પણ આતંકવાદીઓના આકાઓ જોઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું. માત્ર હિન્દુ ભાઈઓને ગોળીઓ મારવામાં આવી હતી. તેના બાળકો સહિતના અન્ય પરિવારજનોને કંઈ પણ કરવામાં આવ્યું નહોતું.


22 એપ્રિલના રોજ પહલગામ ગયા હતા

18 એપ્રિલના રોજ આ કળથિયા પરિવાર શ્રીનગર પહોંચ્યો હતો. શ્રીનગરન ટ્યૂલિપ ગાર્ડન, મુગલ ગાર્ડન ફર્યા બાદ ત્યાં જ નાઈટ સ્ટે કર્યો હતો. 19 એપ્રિલ સોનમર્ગ ગયા હતા અને રાત્રિ રોકાણ શ્રીનગરમાં કર્યું હતું. 20 એપ્રિલના રોજ ગુલમર્ગ ગયા હતા અને ત્યાં જ સ્ટે કર્યો હતો. 21 એપ્રિલ સિકરા રાઇડ બોટ હાઉસમાં સ્ટે કર્યો હતો. ત્યારબાદ 22 એપ્રિલના રોજ પહલગામ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News