કૌન બનેગા મેયર-સ્ટે. ચેરમેન? એક ડઝન નામો ચર્ચામાં

  • April 29, 2026 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં ૬૫ બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ ફરી સત્તાનું સુકાન કબજે કરતા હવે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની નિયુક્તિ માટેની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જે ૬૫ ઉમેદવારો વિજેતા થયા છે તેમાંથી મેયર અને ચેરમેનપદ માટે એકાદ ડઝન નામો ચર્ચામાં છે. મેયરપદ બ્રાહ્મણને અપાય તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે ઓબીસી અથવા ક્ષત્રિયને તક મળી શકે છે. અન્ય જ્ઞાતિઓને ડેપ્યુટ મેયર, શાસક પક્ષના નેતા, તેમજ શાસક પક્ષના દંડક સહિતના હોદાઓ ઉપર સ્વાન આપવામાં આવી શકે છે.




રાજકોટમાં મેયરપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરી પુરૂષ અનામત છે અને બીજા અઢી વર્ષની ટર્મ એસસી મહિલા અનામત છે.મેયરપદ માટે ડી. નેહલભાઈ શુકલ, મનિષ ભટ્ટ, પરેશ ઠાકર, નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, કેતન પટેલ અને અશ્વિન ભોરણીયાના નામો મોખરે વર્યાય રહ્યા છે, જયારે સ્ટેન્ડિંગ ચેરમેનપદે ઘનશ્યામભાઈ હેરભા, ડો. પ્રદીપ ૮વ, હિરેન ખીમાણીયા અને દિલીપ લુણાગરીયા તેમજ પરેશ પીપળીયા સહિતના નામો ચર્ચામાં મોખરે છે.







આ ઉપરાંત વોર્ડ નં.૪માં આપને જબરી પછડાટ આપી ભાજપની પુરી પેનલને વિજેતા બનાવનાર કાળુભાઈ દેવદાનભાઈ ફુગશીયા તેમજ વોર્ટ નં.૧૫માં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાને પરાજીત કરીને નવો રેકોર્ડ
સર્જનાર નિલેશ હેરભાને પણ કોઈ સારૂ પદ મળી શકે તેવી ચર્ચા છે. ઉપરોકત નામો તો હાલ ચર્ચામાં મોખરે છે પરંતુ પક્ષ દ્વારા હજુ સુધી પદાધિકારીઓની નિયુક્તિ માટે દાવેદારોની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
નથી. દરમિયાન પક્ષના વર્તુળોમાંથી જાણવા મળતી વિગત મુજબ આગામી સમાહમાં પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષકો આવશે અને તેઓ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદ માટેના દાવેદારોને સાંભળશે. ભાજપે
શરૂ કરેલી નવી પરંપરા મુજબ હવે નિરીક્ષકોના નામો પણ ગુપ્ત રાખવામાં આવે છે.








કથા શહેરમાં કથા નિરીક્ષક સેન્સ લેવા જશે તેના નામની આગોતરી જાહેરાત કરાતી નથી. સંભવ છે છે કે, ચૂંટણી પહેલા સેન્સ લેવા આવેલા તે નિરીક્ષકોને જ પદાધિકારીઓની નિયુક્તિ માટે દાવેદારોની સેન્સ લેવા માટે મોકલવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે જે કોઈ પદાધિકારીઓની નિમણુંક વશે તે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને થશે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application