મહાનુભાવો દ્વારા ચેકડેમનું લોકાર્પણઃ ગ્રામજનો માટે જાગૃતિ કાર્યક્રમ
ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય અંતર્ગત જમીન સંસાધન વિભાગ દ્વારા જળ સંચયની પ્રવૃત્તિમાં જન ભાગીદારી વધારવા અને જન જાગૃતિ લાવવા માટે પીએમકેએસવાય-ડબલ્યુડીસી 2.0 પ્રોજેક્ટ વિસ્તારોમાં "જળ લાવે ધન, ધાન્ય" થીમ હેઠળ 'વોટરશેડ યાત્રા'નું આયોજન કરાયું છે, જે ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના મોડપર ગામે કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના "વોટરશેડ રથ"નું આગમન મોડપર શાળા ખાતે થતાં તેને ગામની બાળાઓ દ્વારા કુમકુમ પુષ્પથી વધામણા કરીને ઢોલ શરણાઈ સાથે ગ્રામજનો, બાળકો, વીડબલ્યુસીના સભ્યો. એસએચજી, યુજી, વગેરેએ જોડાઈને જન જાગૃતિ અર્થે જળસંકટ રેલી કાઢી હતી.
ગામની સમાજ વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ તેમજ અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા મહાનુભાવોના સ્વાગત સાથે બાળાઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોને વોટરશેડ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી અને શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા 'પાની કી પાઠશાલા' પર નિબંધ રજૂ કરાયો હતો. વોટરશેડના લાભાર્થીઓએ પોતાના અનુભવ રજૂ કર્યાં હતાં તેમજ મહાનુભાવોએ ઉદબોધન દ્વારા સૌને પ્રોત્સાહિત કર્યાં હતાં.
મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તથા વોટરશેડ યોજના અંતર્ગત સ્મશાન ખાતે તૈયાર થયેલ ચેક ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ યોજનામાં હાલ ત્રણ પ્રોજેક્ટ કાર્યરત છે. જે અંતર્ગત પીએમકેએસવાય-ડબલ્યુડીસી ૨.૦ અંતર્ગત ભાણવડ તાલુકાના ઘુમલી, મોડપર તેમજ જામપર, નવાગામ અને કલ્યાણપુર તાલુકાના જુવાનપુર, નંદાણા પ્રોજેક્ટ ગામોનો સમાવેશ થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech