ઓખામાં વેપારીની દુકાનમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી, બઘડાટી બોલાવી ધમકી આપી

  • August 12, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે શખ્સો સામે ફરિયાદ


ઓખામાં ગાંધીનગરી વિસ્તારમાં રહેતા હિરેનભાઈ રતિલાલ લાલ નામના 38 વર્ષના વેપારી યુવાનની દુકાનમાં અનધિકૃત રીતે અપપ્રવેશ કરી, અને આ જ વિસ્તારમાં રહેતા અવધેશ પ્રભુલાલ વારા અને પ્રભુલાલ અરજણ વારા નામના બે શખ્સોએ ફરિયાદી હિરેનભાઈની દુકાનની બે દીવાલ તથા છતમાં તોડફોડ મચાવી અને દુકાનમાં રહેલા માલ સામાન તેમજ ફર્નિચરને વ્યાપક નુકસાની પહોંચાડી હતી.


આ રીતે બઘડાટી બોલાવીને આરોપી પિતા-પુત્ર એ દુકાનમાં રૂ. 3 લાખની નુકસાની કર્યાની તેમજ તેમને "અહીંથી જતા રહો, નહીંતર મજા નહિ આવે"- તે પ્રકારની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ અવધેશ તેમજ પ્રભુલાલ વારા સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application