સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં બનેલો બનાવ
સાણંદ જીઆઇડીસીવિસ્તારમાં પુરઝડપે જતા એક ટેમ્પો ગાડી ચાલકે પાછળથી બાઇકને ટકકર મારતા જામનગરના બે યુવકોના મોત થયા હતા, પોલીસે ગુનો નોંધી ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના મુળ રહેવાસી અને હાલ સાણંદના બોળ ગામ વિસ્તારમાં રહેતા અને જીઆડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા સુરેશભાઇ લાધાભાઇ ડાભી (આશરે ઉ.૨૮) તથા તેમના મિત્ર હિતેશભાઇ કલાભાઇ મણવર (આશરે ઉ.૩૫) બંને સોમવારે રાત્રે બાઇક પર હીરાપુર ગામથી બોળ ગામ તબેલા ચોકડી તરફ જતા હતા તે વખતે સાણંદ જીઆઇડીસીમાં જેવલ કંપની પાસે પહોચતા રોડ પર પાછળથી ઘી આવેલી ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકના પાછળના ભાગે ટકકર મારી અકસ્માત કર્યો હતો.
જે અકસ્માતમાં સુરેશભાઇ અને હિતેશભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી અકસ્માત બાદ કાર રોડ પર આડી પડી ગઇ હતી બનાવ બનતા પોલીસ તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા બંને ઇજાગ્રસ્તને સારવાર માટે આણંદ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા જયાં ફરજ પરના તબીબે બંને મિત્રોને મૃત જાહેર કર્યા હતા આ બનાવની જાણ થતા મૃતકના સબંધીઓ મોડી રાત્રે દોડી આવ્યા હતા અકસ્માત બાદ વાહન ચાલક તેનુ વાહન મુકી ફરાર થયો હતો અકસ્માત અંગે ગોપાલભાઇ ચોપડાએ ગાડીના ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application