સાવરકુંડલામાં રોંગ સાઈડમાં આવતી બે બાઈકને પૂરઝડપે આવી રહેલી કિયા કારે ઉડાડી હતી. જેમાં જોશી પરિવારના 2 સભ્યોના મોત થયા છે. જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.
મૃતકના નામ
કાર ચાલક કાર મૂકીને ફરાર
મળતી માહિતી અનુસાર સાવરકુંડલા-મહુવા રોડ પર કિયા કારના ચાલકે રોંગ સાઈડમાં આવતી બે બાઈકને અડફેટે લીધી હતી. જેથી ભયંકર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બન્ને બાઈકમાં સવાર અન્ય 3 લોકોને ઈજા પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાથી વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર વાહન મુકીને ફરાર થઈ ગયો હતો.
સાવરકુંડલા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતની ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. એએસપી વલય વૈદ્ય પણ દોડી આવ્યાં હતા. અકસ્માત સર્જ્યો તે સ્થળ આસપાસના મોટાભાગના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે. જેમાં એક CCTVમાં આ અકસ્માતની ઘટના કેદ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech