શહેરના ક્રેસન્ટ સર્કલ નજીકથી વિદેશી દારૂની ૨૨૬બોટલ કિ.રૂ.૫૦,૮૫૦/ના મુદામાલ સાથે બે મહિલાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. મોડી રાત્રીના ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે,અગાઉ દારૂના કેસમાં પકડાયેલ આડોડીયા મહિલાઓ તેનાં કબ્જા-ભોગવટાના થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી હાલ ભાવનગર, ક્રેસન્ટ સર્કલ પાસે, આવેલ વનિતા વિશ્રામ પાછળ, વોકિંગ વે પાસે જાહેર રોડ ઉપર ઉભા છે. જે બાતમી આધારે તપાસ કરી મુન્નીબેન દિપકભાઇ રાઠોડ (ઉ.વ.૪૫ રહે.આડોડીયાવાસ, ભાવનગર) અને ગૌરીબેન ખોડીદાસ રાઠોડ (ઉ.વ.૫૫ રહે. આડોડીયાવાસ, ભાવનગર)ને બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી લખેલ ૧૮૦ ખક બોટલ નંગ-૨૨૬ કિ.રૂ.૫૦,૮૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બન્ને સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, માનદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા અને જાગૃતિબેન કુંચાલા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech