લગ્ન, બજાર, ઉધાનો વગેરેમાં સામાન્ય લોકોના મોબાઈલ ફોન ચોરાઈ જવા એ સામાન્ય બાબત છે. પરંતુ કયારેક વીઆઈપી લોકો પણ તેનો ભોગ બને છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કડવો અનુભવ થયો હતો અને તેમના બે મોબાઈલ ફોન દહેરાદૂનમાં ચોરાઈ ગયા હતા.મસૂરી રોડ પર એક લ સમારોહ દરમિયાન ચોરી થઈ હતી. રજિસ્ટ્રાર જનરલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ રાજપુર પોલીસ સ્ટેશને કેસની તપાસ શ કરી છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ ૨૬ જાન્યુઆરીએ દેહરાદૂનના માલસીમાં ન્યુ મસૂરી રોડ પર ફટહિલ ગાર્ડનમાં એક લ સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. લગ્ન સ્થળે સાંજે ૪.૪૫ થી ૫.૧૫ વાગ્યાની વચ્ચે તેમના બે આઇફોન ચોરાઈ ગયા હતા. આમાંથી એક ફોન મુખ્ય ન્યાયાધીશના નામે અને બીજો રજિસ્ટ્રાર જનરલની ઓફિસ દ્રારા ખરીદવામાં આવ્યો હતો.
રાજપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીડી ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના રજિસ્ટ્રાર જનરલ મૂળચદં ત્યાગીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અજાણ્યા આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, મુખ્ય ન્યાયાધીશને ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ તપાસ દરમિયાન ચોર હાથમાં આવ્યો ન હતો. નજીકના સીસીટીવી ફટેજ સ્કેન કરવાની સાથે, પોલીસ સર્વેલન્સ દ્રારા મોબાઇલ ચોરને પણ શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસલાયા મરીન પોલીસ દ્વારા કાળુભાર ટાપુ પર ધ્વજવંદન કરાયું
January 30, 2025 06:11 PMખંભાળિયામાં ખેડૂત સંમેલન, અમિત ચાવડાએ સરકારને લીધી આડે હાથ
January 30, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech