૧૯૮ ગ્રામ મેથા એમ્ફેટામાઇન (methamphetamine) કિં.રુ. ૧૯,૮૦,૦૦૦ ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

  • May 05, 2025 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ભાવનગર નાઓએ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા તેમજ ભાવનગર જિલ્લા તથા રાજ્ય માંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામા ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સુચના અનુસાર અને "ગઘ ઉછઞૠજ ઈંગ ઇઇંઅટગઅૠઅછ " અભિયાન ચાલુ કરવામાં આવેલ. તેમજ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ  અધિક્ષક  દ્વારા અપાયેલ સુચના મુજબ
ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ. મિતેષભાઇ જોષી તથા હેડ કોન્સ રાજેન્દ્રસિંહ ગોહિલનાઓની સંયુકત બાતમીના આધારે હનીફ ઉર્ફે ભંગારી સુલતાનભાઇ બેલીમ (ઉ.વ ૪૮ રહે રૂમ નં જુના બે માળીયા ખોજા કોલોની ભરતનગર ભાવનગર) અને  સમીર યુનુસભાઇ ધાનીવાલા (ઉ.વ ૨૪ રહે દાણીલીમડા ગામ બ્લોક નં એ/૯૦૧ એકતાનગર, વોડર ટેન્કની બાજુમા અમદાવાદ)  ડબગરવાળી શેરી નજીકથી મેથા એમ્ફેટામાઇન (ખયવિંફળાવયફિંળશક્ષય)ડ્રગ્સ ૧૯૮ ગ્રામ કિ.રૂ. ૧૯,૮૦,૦૦૦ અને ત્રણ મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૧૯,૯૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મજકુર એકને ઝડપી  આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ મિતેષભાઈ જોષી દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
ઉપરોકત આરોપી વિરૂધ્ધ અગાઉ વર્ષ ૨૦૨૪ મા ૨૫.૮૪૦ ગ્રામ ખઉ ડ્રગ્સના ગેરકાયદેસર કબ્જા હેઠળ ભરતનગર પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૮૨૪૦૩૪૧/૨૦૨૪ એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી), ૨૨(બી) મુજબ ગુનો નોંધાયેલ હતો.
આ કામગીરી માં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર  ડી.યુ સુનેસરા ના માર્ગદર્શન હેઠળ અજઈં મિતેષભાઇ જોષી, મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, તથા ઇંઈ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, યોગીનભાઇ ધાંધલ્યા તથા ઙઈ મિનાજભાઈ ગોરી, પાર્થભાઈ પટેલ, ભારતીબેન ચાવડા તથા ઉઙઈ હરેશભાઇ મકવાણા, ઉઙઈ સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application