ગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા

  • May 05, 2025 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરના કાળાનાળા રોડ પર, કલેકટર કચેરી નજીકથી કારમં દેશી બનાવટનો તમંચો અને બે પિસ્ટલ  તેમજ કાર્ટીસ અને મોટા છરાઓ સહીત કુલ કી.રૂ.૩૧,૫૦૦ નાં મુદ્દામાલ સાથે કોઈ ગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઉપાડી લીધા હતા.
 ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ-એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના માણસોને બાતમીરાહે હકિકત મળેલ કે, ઇનોવા કાર નં.ૠઉં-૦૩-ઉૠ-૭૮૬૭ માં ન આકીબ જુસબભાઇ લાખાપોટા રહે.ડુંગરપુર, તા.પાલીતાણા જી.ભાવનગર, ઇનાઇત ફીરોજભાઇ ચૌહાણ રહે.વીજપડી તા.સાવરકુંડલા જી.અમરેલી,  સમીર મહમદભાઇ બુકેરા રહે.નીપ ગામ તા.મહુવા જી.ભાવનગર અને  સાજીદ ઇસ્માઇલભાઇ જીરૂકા રહે.મણીભાઇ ચોક, ભરવાડ શેરી, સાવરકુંડલા જી.અમરેલી પાસે ગેર કાયદેસર દેશી પિસ્ટલો તથા મોટા છરાઓ છે. જે બાતમી આધારે તપાસ કરતાં આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયારો મળી આવતા  આકીબ જુસબભાઇ લાખાપોટા (ઉ.વ.૨૪ ધંધો. મજુરી રહે. ડુગરપુર તા.પાલીતાણા જી. ભાવનગર), ઇનાઇત ફીરોજભાઇ ચૌહાણ (ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે. વીજપડી તા.સાવરકુંડલા જી.અમરેલી), સમીર મહમદભાઇ બુકેરા (ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે. નીપ ગામ તા.મહુવા જી. ભાવનગર) તેમજ  સાજીદ ઇસ્માઇલભાઇ જીરૂકા (ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે. મણીભાઇ ચોક ભરવાડ શેરી સાવરકુંડલા જી.અમરેલી)ને ઝડપી લઈ તમામ પાસેથી  દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૧૦,૦૦૦,  બે પિસ્ટલ કિ.રૂ.૨૦,૦૦૦, પીળી ધાતુના જીવતા કાર્ટીઝ નંગ-૧૨ કિ.રૂ.૧૨૦૦ અને  છરીઓ કિ.રૂ.૩૦૦ સહિત મળી કુલ કિ.રૂ.-૩૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ચારેયને વધુ તપાસ અર્થે નીલમબાગ પોલીસને હવાલે કર્યા હતા.
આ  કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના હરેશભાઇ ઉલવા, દિપસંગભાઇ ભંડારી, હીરેનભાઇ સોલંકી, ભૈયપાલસિંહ ચુડાસમા, નીતીનભાઇ ખટાણા, અજીતસિંહ મોરી, સોહીલભાઇ ચોકીયા, અર્જુનસિંહ ગોહીલ, કુલદીપસિંહ ગોહિલ, અલ્ફાઝભાઇ વોરા, મજીદભાઇ સમા, હસમુખભાઇ પરમાર તેમજ પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application