ઝઘડા બાબતનો ખાર રાખી ચાર શખ્સો તુટી પડયા
જામજોધપુરના ધોળીયાનેશવાળી ચોકડી પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખીને રબારી યુવાનને ધોકા, લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડયાની ગામમાં રહેતા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.
જામજોધપુરના ભડાનેશ ખાતે રહેતા ખેતીકામ કરતા ગોવા મગનભાઇ ગળચર (ઉ.વ.૨૬)એ ગઇકાલે ભડાનેશના રાજુ ગોવિંદ ભારાઇ, ગોવિંદ ભગા ભારાઇ, દાના ભગા ભારાઇ તથા એક અજાણ્યા ઇસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૬ના સાંજના સુમારે ધોળીયાનેશ ચોકડી પાસે આરોપીઓએ છોકરી બાબતના ઝઘડાનો ખાર રાખીને ફરીયાદી ગોવાભાઇને અપશબ્દો કહી તેમજ લાકડી, ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો જેમાં ફરીયાદીને ગોઠણ અને હાથની કલાઇ, ખભાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોચી હતી, ઉપરાંત આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
***
બેડીમાં રીક્ષા ડ્રાઇવર પર છરીબાજી: રેતીના ઢગલા બાબતે પાડોશી શખ્સ વિફર્યો
બેડીના ઇકબાલ ચોકમાં વાઘેર યુવાન પર છરીથી હુમલો કરી ઇજા પહોચાડયાની પાડોશમાં રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે, ઘર પાસે રેતીનો ઢગલો કર્યો હોય જે સારુ નહીં લાગતા આરોપી વિફર્યો હતો.
બેડીના હોળી ફળીમાં રહેતા રીક્ષા ડ્રાઇવર ફાક દાઉદભાઇ માણેક (ઉ.વ.૪૧) ના ઘરનું રીપેરીંગ કામ કરવા માટે રેતીનું ડમ્પર મંગાવ્યુ હતું અને પોતાના ઘર પાસે રેતીનો ઢગલો કરીને રેતી સારતા હતા જે આરોપીને સારુ નહી લાગતા તેનો ખાર રાખી ફાકભાઇને ગત તા. ૬ના બેડી ઇકબાલ ચોક, પાનની દુકાને છરીના બે ઘા વાંસાના ભાગે ઝીંકી દીધા હતા અને પાંસળી ભાંગી નાખી હતી.
ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, દરમ્યાન ફાકભાઇ માણેકે આ બનાવ અંગે ગઇકાલે બેડી મરીન પોલીસમાં બેડી ગઢવાળી સ્કુલ પાછળ હોળી ફળીમાં રહેતા અબ્બાસ ઇસ્માઇલ સુભાણીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
***
દ્વારકામાં છરી સાથે બે શખ્સો ઝડપાયા
દ્વારકા તાલુકાના વાંચ્છું ગામના વાડી વિસ્તારમાં રહેતા પોલાભા જશરાજભા માણેક (ઉ.વ. ૫૦) તેમજ ઉદ્યોગ નગર - સુરજકરાડી ખાતે રહેતા દીપક કારાભાઈ પરમાર (ઉ.વ. ૩૫) ને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, બંને સામે જી.પી. એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech