જામનગર જિલ્લામાં વધુ બે યુવાનોને હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો છે. જામનગર તાલુકા ના ચંગા ગામમાં એક ખેડૂત યુવાનનું હૃદય બંધ પડી ગયું છે, જ્યારે કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પણ એક યુવાનને હાર્ટ એટેક આવી જતાં અપમૃત્યુ થયું છે.
હૃદયરોગના હુમલાનો સૌ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચંગા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ દિલીપસિંહ પિંગળ નામના ૨૭ વર્ષના ખેડૂત યુવાનને પોતાના ઘેર બાથરૂમમાં જતાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશ્વિનભાઈ લાખાભાઈ સાટોડીયા નામના ૪૭ વર્ષના ખેડૂત યુવાનને ચાલુ બાઈકમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા પછી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહારાષ્ટ્ર્ર–ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, આવતીકાલે મતદાન, ૨૩મીએ પરિણામ
November 19, 2024 11:10 AMવૈશ્વિક સંઘર્ષને કારણે ખાદ્ય, ઈંધણ અને ખાતરનું સંકટ ઉભું થયું: મોદી
November 19, 2024 11:07 AMજામનગરમાં આંખનો નિઃશુલ્ક કેમ્પ
November 19, 2024 11:07 AMધુમ્મસનો કહેર: ગ્રેટર નોઈડામાં બે ટ્રક અને બસ અથડાયા, ૧૯ ઘાયલ
November 19, 2024 11:05 AMગુરૂવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન
November 19, 2024 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech