મહારાષ્ટ્ર્ર–ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, આવતીકાલે મતદાન, ૨૩મીએ પરિણામ

  • November 19, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું અને પોત–પોતાના પક્ષની જીતની અપેક્ષા રાખી હતી. રાંચીથી મુંબઈ સુધી રેલીઓ અને જાહેર સભાઓ ચાલુ રહી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર્રમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં ૨૮૮ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તેમજ ઝારખંડમાં બીજા તબક્કાની ૩૮ બેઠકો પર પણ ૨૦ નવેમ્બરે મતદાન થશે, યારે પરિણામો ૨૩ નવેમ્બરે એકસાથે જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર્રની રાજનીતિની વાત કરીએ તો મહાયુતિ ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર છે. આ ગઠબંધનમાં ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે. મહાયુતિની અને વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. કોંગ્રેસની સાથે અઘાડીમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ ઘણા નાના અને ગઠબંધન સાથી પક્ષો પણ મેદાનમાં છે, જેઓ ૨૦ નવેમ્બરે લિટમસ ટેસ્ટમાંથી પસાર થશે.
મહારાષ્ટ્ર્રમાં મહાયુતિના સીટ શેરિંગ ફોમ્ર્યુલાની વાત કરીએ તો ભાજપ પાસે સૌથી વધુ સીટો છે. રાયની ૨૮૮ બેઠકોમાંથી ભાજપ એકલી ૧૪૮ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના ૮૦ બેઠકો પર અને અજિત પવારની પાર્ટી એનસીપી ૫૨ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બાકીની બેઠકો મહાગઠબંધનમાં સામેલ સાથી પક્ષોને આપવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્ર્ર ચૂંટણીમાં કુલ ૪ હજાર ૧૩૬ ઉમેદવારો ચૂંટણી મેદાને છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application