પડધરી નજીક અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા બનાવ બન્યો : પોલીસની તપાસ: પરિવારમાં ગમગીની છવાઈ
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના નવાગામ ઘેડમાં રહેતા ભીખુભાઇ ઉકાભાઇ ફટાણીયા (ઉ.વ.50) અને તેમના કૌટુંબિકભાઈ ભીખુભાઇ બોઘાભાઈ ફટાણીયા (ઉ.વ.51) બંને ગઈકાલે બપોરે જામનગરથી બાઈક લઈને રાજકોટ આવી રહ્યા હતા ત્યારે પડધરી નજીક ભારત પેટ્રોલપંપ પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બંને ભાઈઓ રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જ્યાં ભીખુભાઇએ દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સાથે રહેલા કૌટુંબિકભાઈ ભીખુભાઇ બોઘાભાઈએ પરિવારજનોને ફોન થી બનાવથી જાણ કરતા પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા.
મૃતક ભીખુભાઇ બે ભાઈ એક બહેનમાં નાના હતા. સંતાનમાં બે દીકરી એક દિકરો છે, પોતે મિસ્ત્રી કામ કરતા હતા. જયારે કૌટુંબિકભાઈ ભીખુભાઇ નિવૃત જીવન જીવે છે અને સંતાનમાં બે દીકરા છે. પરિવારજનોના કહેવા મુજબ રાજકોટ મોરબી રોડ ઉપર પ્રસંગ હોવાથી બંને મોટરસાઈકલ લઇ પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા ત્યારે કોઈ વાહનના અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech