હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે વિર શહીદોને શ્રદ્ધાંજલિ

  • August 09, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા દર વર્ષેની જેમ કારગિલ વિજય દિવસ નિમિતે વિર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેના ભાગરૂપે ૨૬ જુલાઈના રોજ સાંજે ૬ વાગ્યે વિશ્વકર્મા બાગ, ગુર્જર સુથાર જ્ઞાતિ ની વાડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


કારગિલ વિજય દિવસ નિમિતે યુદ્ધમાં વિર શહીદ પામેલા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પવા માટે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા  ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી વિશ્વકમી બાગ ગાંધીનગર મેઇન રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શહીદ પરિવારો વીર શહીદ રમેશભાઈ જોગલ પરિવાર, વીર શહીદ અશોકસિંહ જાડેજા પરિવાર તથા વીર શહીદ હરિલાલ મકવાણા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા તેમનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું, અમર જ્યોત પ્રગટાવી, સલામી આપવામાં આવી હતી.


આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિર શહીદોના પરિવારોનું સન્માન કરાયું, સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. તે ઉપરાંત  મહેશભાઇ કેસવાલા (ધારાસભ્ય - સાવરકુંડલા-લીલીયા),  દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્ય ૭૯), શ્રી વિનોદભાઈ ખીમસૂર્યા (મેયર)  વિમલભાઈ કગથરા (પ્રમુખ-શહેર ભાજપ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) - (પૂર્વ રાજ્યમંત્રી),  નિલેશભાઈ કગથરા (ચેરમેન - સ્ટે. કમિટી) જીતેન્દ્રકુમાર એચ. લાલ (જામનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિ.),  પ્રવિણસિંહ એચ. ઝાલા (જામનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિ.), સહિતના નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


આ વિર શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વેદ ઇવેન્ટ પ્રશાંત મકવાણા ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતોથી વીર શહીદ પરિવારો, માજીસૈનિકો અને તેમના આશ્રિતોને દેશભક્તિના ગીતોથી મંત્રમુગ્ય કર્યા હતા. સૌર્યભર્યાં દેશભક્તિના ગીતોથી માજી સૈનિકો ઝુમી ઉઠયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજક પ્રમુખ  ભરતસિંહ એન. જાડેજા તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.આ મુજબ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application