ધનરાજ નથવાણી ફોર્ચ્યુન-500 કંપની ગણાતી તેમજ ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે. કાપડ અને પોલિએસ્ટર કંપનીમાંથી રિલાયન્સ ઉત્ક્રાંતિ પામીને એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ સેવાઓ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત બનીને ટોચના ઉદ્યોગગૃહમાં પરીવર્તન પામી છે. રિલાયન્સની પ્રોડક્ટ્સ અને સર્વિસિસનો પોર્ટફોલિયો આર્થિક અને સામાજિક ફલક પર રોજિંદા જીવનમાં લગભગ તમામ ભારતીયને સ્પર્શે છે. રિલાયન્સે હવે એવા પ્લેટફોર્મ્સનું નિર્માણ કર્યું છે જેણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના નવા યુગનો પ્રારંભ કર્યો છે અને ભારત તેમજ તમામ ભારતીયો માટે તેમની સાચી ક્ષમતાને સાકાર કરવા માટેની તકો અને રસ્તાઓનું નિર્માણ કરશે.
ધનરાજ નથવાણી રિલાયન્સ કોર્પોરેટ IT પાર્ક લિમિટેડના (RCITPL) ડાયરેક્ટર છે. RCITPL સપોર્ટ સર્વિસીઝ, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, ડેટા પ્રોસેસિંગ, હોસ્ટિંગ અને વેબ પોર્ટલ ડેવલપમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. કંપની આ ગ્રુપ માટે રિયલ એસ્ટેટ હાયરિંગ અને સંચાલનને પણ સંભાળે છે.
ધનરાજ નથવાણી અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયોનો બિઝનેસ સંભાળે છે. તેઓ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, પ્રોક્યોર્મેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ્સ, હ્યુમન રિસોર્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સિક્યોરિટી, કોર્પોરેટ અફેર્સ અને કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ ડિવિઝનની CSR પ્રવૃત્તિઓ સંભાળી રહ્યા છે. તેઓ દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્ય સંબંધિત ચોક્કસ વધારાની જવાબદારીઓ પણ સંભાળી રહ્યા છે.
ધનરાજ નથવાણી રમતગમતમાં ઊંડો રસ અને રુચિ ધરાવે છે. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના પ્રેસિડેન્ટ છે. અગાઉ 2013માં, માનનીય અમિત શાહજીએ વર્ષ 2013માં જી.સી.એ.નો ચાર્જ લીધો હતો અને એસોસિયેશનના તત્કાલીન પ્રેસિડેન્ટ તરીકે તેમણે અમદાવાદમાં સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાનું સ્વપ્ન સેવ્યું હતું અને કેટલાંક દૂરોગામી અસરો ધરાવતા નીતિ વિષયક ફેરફારો કર્યા હતા. તેમના અનુગામી તરીકે, ધનરાજ નથવાણીએ આ સ્વપ્નની પરિકલ્પનાને આગળ ધપાવી હતી અને તેને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેની ફળશ્રુતિરૂપે આપણે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ રહ્યા છીએ. ક્રિકેટ જગતમાં આ સ્ટેડિયમ એક બેનમૂન સ્થાપત્યનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
