ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે કરેલ કુલ .૧,૫૧,૦૦,૦૦૦– નુ ફ્રોડ કરનાર ગેંગના ૩(ત્રણ) આરોપીઓને મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્રારા ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડિ.ટિ.ડોલરમાં રોકાણ કરવાના બહાને સોસિયલ મિડિયા પ્લેટફોમ્ર્સ પર મોરબીના નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને મોબાઇલમાં ફેસબુક મેસેન્ઝર દ્રારા યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્રારા વ્હોટસએપ નંબર તથા કસ્ટમર કેર નંબર થી ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડિ.ટિ. ડોલરમાં રોકાણ કરવા બાબતે ટેલીફોનીક વાતચીત કરી તેમજ ઓનલાઇન વેબસાઇટમાં એકાઉન્ટ ઓપન કરાવી યુ.એસ.ડી.ટી. ના ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્રારા અલગ–અલગ એકાઉન્ટમાં કુલ . ૧,૫૧, ૦૨,૫૦૦– ડીપોઝિટ કરાવી આઓનલાઇન ફ્રોડ આચર્યુ હતુ જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ હતો.
આ બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્રારા ફ્રોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલ વિવિધ બેંક ટ્રાંજેકસનોને એનેલાઇઝ કરતા થયેલ ટ્રાન્ઝેકશનો માંથી એક ટ્રાન્ઝેકશન ગુજરાત રાજયના પંચમહાલ જીલ્લ ામાં થયેલ હોવાનુ જાણવા મળેલ જેના આધારે મોરબી જીલ્લ ા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ દ્રારા ગુજરાત રાજયના અલગ–અલગ જીલ્લ ાના કુલ ૦૩(ત્રણ) આરોપીઓ અરવિંદભાઇ કાંતિભાઇ પરમાર (ઉવ.૩૬) રહે. કબીરપુર તા.ગોધરા, જી. પંચમહાલ, રાકેશકુમાર મંગળસિંહ રાઠવા, (ઉવ.૩૫), રહે.વરસાડા, તા.હાલોલ જી.પંચમહાલ તથા રાકેશકુમાર કાંતિલાલ સોલંકી (ઉવ.૩૩) રહે.વરસાડા, તા.હાલોલ જી. પંચમહાલવાળાને પકડી પાડવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech