દ્વારકામાં સુદામા પુરી વિસ્તારમાં રહેતા કિશનભાઈ હસમુખભાઈ પાઉં નામના 29 વર્ષના વેપારી યુવાન તેમની દુકાને હતા, ત્યારે દ્વારકાના રહીશ જીત રૂડાભાઈ સોનગરા નામના શખ્સએ તેમની પાસે આવી, તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપી જીત સોનગરાએ ફરિયાદી કિશનભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. થોડા દિવસો પૂર્વે આરોપી જીતના માતાને કિશનભાઈ સાથે શાકભાજી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. જેના અનુસંધાને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહીને વરવાળાના યુવાન પર જીવલેણ હુમલો
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકી નામના 34 વર્ષના મુસ્લિમ માછીમાર યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી રૂપેણ બંદર ખાતે તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં ગુલામ હુસેન ઈસા લુચાણી, કાસમ ઈસા લુચાણી, મામદ ઈસા લુચાણી, સબીર સતાર ઢોકી અને અસગર સતાર ઢોકી નામના પાંચ શખ્સોએ માર્ગમાં તેમને અટકાવી અને તેમનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચીને હુમલો કર્યો હતો. આરોપીએ ફરિયાદી જુમાને તું પોલીસ પાસે અમારી ખટપટ કેમ કરે છે?- વિગેરે બાબતે માર મારી, ઇજાઓ કયર્નિી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે તમામ પાંચ શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech