ઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના

  • November 16, 2024 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આગમાં ઓછામાં ઓછા 10 નવજાત શિશુઓના મૃત્યુ થયાના કલાકો પછી, રાજ્ય સરકારે શનિવારે મૃતકોના માતાપિતાને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ આ માહિતી આપી. હવે આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે.


આ મામલાની તપાસ માટે 4 ડોક્ટરોની પેનલ બનાવવામાં આવી છે. આ તપાસ સમિતિનું નેતૃત્વ તબીબી શિક્ષણ અને તાલીમ વિભાગના મહાનિર્દેશક કરશે. આ ઉપરાંત મેડિકલ હેલ્થ સર્વિસના ડાયરેક્ટર, મેડિકલ હેલ્થ સર્વિસના એડિશનલ ડાયરેક્ટર અને ડાયરેક્ટર જનરલ ઑફ ફાયર દ્વારા નોમિનેટ કરાયેલા અધિકારીઓ સમિતિના સભ્યો હશે.


આ કમિટી આગ લાગવાનું પ્રાથમિક કારણ, કોઈપણ પ્રકારની બેદરકારી કે ખામીને ઓળખશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ભલામણો કરશે. આ કમિટીની રચના બાદ 7 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે.


શું કહ્યું ડીએમએ?
ઝાંસીના ડીએમ અવિનાશ કુમારે જણાવ્યું કે વોર્ડમાં કુલ 49 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 38 બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાંના બાળકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જ્યારે 3 બાળકોની ઓળખ હજુ ચાલુ છે. એક બાળક હજુ પણ ગુમ છે. લાઇટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે, કમિશ્નર અને ડીઆઈજી દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application