અવકાશમાંથી આવુ દેખાય છે ભારત, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પોસ્ટ વાયરલ 

  • April 13, 2025 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એપ્રિલ ૧૯૮૪ના દિવસે જ્યારે ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા અવકાશ યાત્રા પર ગયા હતા. એ પછી અવકાશમાંથી તેમણે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે વાત કરી હતી. જ્યારે ઇન્દિરાએ તેમને પૂછ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે, ત્યારે રાકેશ શર્માનો જવાબ હતો - સારે જહાં સે અચ્છા.


અવકાશમાંથી ભારત જોવાનું દરેકનું સ્વપ્ન ભલે પૂરું ન થાય પરંતુ રાકેશ શર્માનું આ નિવેદન હજુ પણ ભારતીયોના મનમાં જીવંત છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકે અવકાશમાંથી કેટલીક તસવીરો જાહેર કરી છે. તેમાં ભારતની તસવીર પણ છે.


https://t.co/nRa56Ov3cm


આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની તસવીર જાહેર


હકીકતમાં, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકે તેને સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કર્યું, જેનું કેપ્શન હતું - 'જ્યારે તમે ઉપર તારાઓ, નીચે શહેરની રોશની અને પૃથ્વીની ક્ષિતિજ પર વાતાવરણીય ચમક જોઈ શકો છો.' આ સાથે, ISS એ ચાર તસવીરો પણ પોસ્ટ કરી.


આ તસવીરોમાં મધ્યપશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, દક્ષિણપૂર્વ એશિયા અને કેનેડાના ફોટાનો સમાવેશ થાય છે. આમાં ભારતની તસવીર જોઈ રાકેશ શર્માની જેમ તમે પણ કહેશો કે અવકાશમાંથી ભારત સારે જહાં સે અચ્છા એટલે કે સૌથી વધુ સુંદર દેખાઈ રહ્યું છે.


આ તસવીરમાં, ભારતના શહેરોમાં દેખાતો પ્રકાશ અવકાશના અંધકારમાં ચમકતા હીરા જેવો દેખાય છે. ભારતના વિશાળ વિસ્તાર અને ગીચ વસ્તીનો ખ્યા


લ આવે છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News