ગુજરાતમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા જ શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા આદેશ કર્યો હતો. જોકે, આ આદેશને ઘોળીને પી ગયા હોવાની ઘટના સાંબરકાંઠામાં બની છે. સાબરકાંઠા જિલ્લામાં ભરબપોરે ધગધગતા તાપમાં કામ કરનાર 25 વર્ષના શ્રમિકનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના વડાલી ખાતે ભરબપોરે કામ કરાનવારા 25 વર્ષીય મનોજ ડામોર નામના શ્રમિકનું મોત નિપજ્યું છે. શ્રમિક વડાલી ખાતે રેલવે લાઇનનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ગરમીમાં કામ કરતાં શ્રમિકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હાલ, શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે વડાલીના સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સરકારના આદેશને અવગણતા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
કોન્ટ્રાક્ટરો આદેશને ઘોળીને પી ગયા
નોંધનીય છે કે, ગુજરાતમાં સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને સરકારે શ્રમિકોની સલામતી માટે બપોરે કામ બંધ રાખવા માટે આદેશ કર્યો હતો. પરંતુ, કોન્ટ્રાક્ટરો તો જાણે સરકારના નિયમને ઘોળીને પી ગયા હોય તે પ્રકારે પોતાની મનમાની કરી રહ્યા છે.
સરકારે શ્રમિકોને લઈ શું આદેશ કર્યો છે?
ગુજરાતમાં વધતી ગરમીને ધ્યાને લઈ શ્રમિકોને સુરક્ષા માટે રાજ્ય સરકારે બપોરે શ્રમિકો પાસે કામ ન કરાવવા આદેશ કર્યો હતો. જે અંગે જાહેરનામું બહાર પાડી સૂચના પણ આપવામાં આવી હતી. જાહેરનામાંમાં લખવામાં આવ્યું હતું કે, 'ભારતીય હવામાન વિભાગ દ્વારા એપ્રીલથી જૂન દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ સાઇટ્સ, મનરેગા વર્કર્સ, ઇટભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને હીટવેવથી નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલા લેવાં જરૂરી છે. જે ધ્યાને લઈ વિવિધ કામગીરીમાં રોકાયેલ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ વિવિધ કામગીરી સાથે સંકળાયેલ શ્રમિકોને આગામી એપ્રિલ-2025 થી જૂન-2025 સુધીના સમયગાળા દરમિયાન ખુલ્લામાં સીધી રીતે સૂર્યના તાપની અસર ન પડે તેવી રીતે કામગીરી કરાવવા સૂચના આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech