ધ્રોલની ક્ધયા છાત્રાલયની વિદ્યાર્થીનીને થપ્પડ મારતા ભારે ચકચાર

  • March 18, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંચાયતના પુર્વ ઉપપ્રમુખ સામે આક્ષેપો

ધ્રોલની ક્ધયા છાત્રાલયમાં વિધાર્થીનીને થપ્પડ મારનાર શખ્સની સામે રોષની લાગણી ફેલાઇ છે, આકરા પગલા લેવાની માંગણી કરવામાં આવી રહી છે.
ધ્રોલ ખાતે આવેલી જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલયમાં ગત તા. ૯ માર્ચે ૭માં અને ૧૧માં ધોરણની વિધાર્થીની આંબલીના ઝાડ પરથી કાતરા તોડતા હતા ત્યારે આ તરફ આવેલા તાલુકા પંચાયતના પુર્વ ઉપપ્રમુખ જેન્તી કગથરા નામનો શખ્સ તેને જોઇ જતા મારવા દોડયા હતા, વિધાર્થીની ડરીને હોસ્ટેલમાં ચાલી ગઇ હતી જેથી તે પાછળ ગયા હતા અને વિધાર્થીનીને થપ્પડ મારી હતી એવો આક્ષેપ કરવામાં આવી રહયો છે, બીજી બાજુ વાલી દ્વારા આ બાબતે જવાબદાર સામે પગલા લેવા સહિતની માંગણી કરીને બનાવ સબંધે રોષ ઠાલવ્યો હતો.
ઉપરાંત કેટલાક આક્ષેપ કર્યા હતા. અહીં સંસ્થામાં આજુબાજુના જીલ્લાઓની વિધાર્થીનીઓ ભણવા માટે આવે છે સુત્રોમાથી મળેલી વિગતો મુજબ જેન્તી તાલુકા પંચાયતનો પુર્વ ઉપપ્રમુખ હોવાનું અને આ સંસ્થામાં અવાર નવાર આવતો જતો હોય દરમ્યાન ઉપરોકત મામલો સામે આવતા સંસ્થાના જવાબદારો દ્વારા જેન્તીને અહીં સંસ્થામાં આવવું નહી એવો આદેશ કર્યો છે, બીજી બાજુ એવી પણ વિગત જાણવા મળી છે કે આ મામલો વાલીઓ દ્વારા ગાંધીનગર લઇ જવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application