રોકડ સાથે યુપીના શખ્સની અટકાયત કરતી પંચકોશી-બી
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન બંધ રહેલા એક કારખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમેં ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, અને રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો છે.
જામનગરમાં શરુસેક્શન રોડ પર રહેતા અને દરેડ જીઆઇડીસી-3 વિસ્તારમાં કેલ્વિન મશીન ટૂલ્સ નામનું કારખાનું ધરાવતા અભિષેકભાઈ ભરતભાઈ મકવાણા કે જેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના કારખાનામાં હોળી- ધૂળેટીના તહેવારની રજા દરમિયાન પોતાના બંધ રહેલા કારખાનાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હોવાનું અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલનો લોક તોડી નાખી અંદરથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.
જે બનાવ બાદ ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાની સુચનાથી પંચકોશી બી. ડિવિઝનના પીઆઇ વી.જે. રાઠોડ તથા પોલીસ સ્ટાફની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને અલગ અલગ સીસીટીવી કેમેરા વગેરેની મદદ લીધી હતી. અને ચોરીનો ભેદ ઉકેલી નાખી એક તસ્કરને રોકડ રકમ સાથે ઝડપી જતો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના જાલોન જીલ્લાના બયોના ગામના વતની અને હાલ દરેડ જીઆઇડીસી-3 શિવ હોટલ પાસે પ્લોટ નંબર 4088માં રહેતા દશરથસિંહ દેવીદયાલ જાટવ નામના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી એક કાળા કલરની બેગ કબજે કરી છે. જેની અંદરથી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. ઉપરોક્ત તશ્કર રોકડ રકમ લઈને ભાગવાની પેરવી કરવા જતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech