સાજડીયારીમાં ટ્રાન્સફોર્મરમાંથી કોઈલ અને ઓઇલની ચોરી

  • January 24, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ ૩૨ હજારનો મુદામાલ લઇ ગયાની અજાણ્યા સામે રાવ

લાલપુર તાલુકાના સાજડીયારી ગામમાં સીમ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર માંથી કોઈ તસ્કરો કોપરની કોઈલ તેમ જ ઓઇલ સહિતની માલ સામગ્રી ચોરી કરી ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
 લાલપુર તાલુકાના સાજડીયારી ગામમાં સરકારી ખરાબામાં ફીટ કરવામાં આવેલા પીજીવીસીએલના વિજ ટ્રાન્સફોર્મર માંથી કોઈ તસ્કરોએ ૧૧૦ લિટર ઓઇલ તેમજ ૧૫ કિલો વજનની કોપરની કોઇલ સહિત ૩૨ હજારની માલમતા ની ચોરી કરી લઈ ગયા હતા.
 જે ચોરીના બનાવ અંગે સમાણાં પીજીવીસીએલની કચેરીના નાયબ ઇજનેર ગોવિંદભાઈ ખરાડીએ લાલપુર પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application