ગુજરાતમાં ગરમી ચાર દિવસમાં પાંચ ડિગ્રી વધશે

  • May 15, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં માવઠાના વરસાદને કારણે ગરમીને બ્રેક લાગી હતી પરંતુ માવઠાનો માહોલ વિખેરાતાની સાથે જ ફરી ગરમીનો પ્રકોપ શ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ, વેસ્ટ અને ઇસ્ટના રાજયોમાં આજથી આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની શકયતા છે. જો કે ચાર દિવસ પછી રાહત મળે તેવી શકયતા ઓછી છે.

આવી જ રીતે મધ્ય ભારતમાં આગામી ચાર દિવસમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે. હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની ચેતવણી આપી છે. આ ઉપરાંત કોકણ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા બિહાર મધ્યપ્રદેશ માં આગામી તારીખ ૧૮ સુધીનું હીટ વેવનું એલર્ટ જાહેર કયુ છે અને તેમાં પણ રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં સિવિયર હીટ વેવ માટે રેડ એલર્ટ જાહેર કયુ છે.
દરિયાકાંઠાના વિસ્તારને બાદ કરતાં રાજયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટી ગયું છે અને ૫૦% નીચે આવી ગયું છે. જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રાયભરમાં ૬૫ થી ૮૫% ભેજ નોંધાયો છે. આજે સવારે ઓખામાં ૮૬ કંડલામાં ૬૬ નલિયામાં ૬૪ પોરબંદરમાં ૬૪ સુરતમાં ૬૦ વેરાવળમાં ૭૦ ભુજમાં ૬૩ દમણમાં ૬૭ અને ભાવનગરમાં ૬૦% ભેજ નોંધાયો છે.

મંગળવારે સમગ્ર રાજયમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં ૪૨.૫ ડીગ્રી નોંધાયું હતું. સુરતમાં ૪૦ સુરેન્દ્રનગરમાં ૪૧.૩ વલસાડમાં ૪૧.૪ ભુજમાં ૪૨.૩ ડીસામાં ૪૦.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજથી મહત્તમ તાપમાનમાં ચાર દિવસ સુધી ત્રણ થી પાંચ ડિગ્રીનો વધારો થશે તેવી જે આગાહી કરવામાં આવી છે તે મુજબ રાયના અનેક શહેરોમાં આગામી ચાર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application