ખંભાળિયા પાલિકાના કર્મચારીઓના અટકેલા પગારો જમા કરી દેવાયા

  • April 15, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અખબારી અહેવાલોનો પડઘો:



ખંભાળિયાના નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા પ્રાપ્ત થતી ઓક્ટ્રોય ગ્રાન્ટમાંથી તેમજ અન્ય આવકના સ્ત્રોતમાંથી પગાર ચૂકવવામાં આવે છે. પરંતુ વારંવાર રાજ્ય સરકાર દ્વારા આ ગ્રાન્ટ મોડી આવતા અહીંના કર્મચારીઓને પગાર મોડા આપવામાં આવે છે.


ગત મહિને આશરે 20 માર્ચ આસપાસ પગાર થયા હતા. તે પછી આ મહિને પણ 10 તારીખ વીતી ગયા પછી પણ કર્મચારીઓને પગારના ચૂકવતા આના અનુસંધાને રાજ્ય પાલિકા સફાઈ કર્મચારી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઓક્ટ્રોય ગ્રાન્ટ મોડી થાય તો વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરી અને કર્મચારીઓને નિયમિત પગાર કરવામાં આવે તેવી માંગણી કરતા આ અંગેના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા. જેને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા કર્મચારીઓના પગારની ગ્રાન્ટ ન આવી હોવા ન છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કર્મચારીઓને તેઓના બેન્ક એકાઉન્ટમાં પગાર જમા કરાવી આપવામાં આવ્યા છે. જેથી પાલિકા કર્મચારીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


નગરપાલિકામાં દર મહિને ઓક્ટ્રોય ગ્રાન્ટની જે રકમ આવે છે, તે આશરે 42 લાખ જેટલી હોય છે. તેની સામે પગાર ખર્ચ રૂપિયા 60 લાખ જેટલો થતો હોવાથી નગરપાલિકાને આ પગાર ચૂકવવામાં પણ વધારાના પૈસા નાખવા પડે છે. આ સાથે કર્મચારીઓના પગારના એરિયર્સ, તફાવત, ઉચ્ચતર પગાર ધોરણ, વિગેરે મળવામાં પણ વિલંબ થતો હોય, આ પરિસ્થિતિમાં નગરપાલિકાની આવક વધે તેવા પ્રયાસો કરવા અનિવાર્ય બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News