મુંબઇથી લવાયેલા શખ્શને પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં કર્યો રજુ

  • May 05, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના કુછડી ગામની મહિલાના પરિવારજનોના અપહરણ અને ૭૦ લાખ ‚પિયાની લેતીદેતી ના પ્રશ્ર્ને ગોંધી રાખવાના બનાવમાં હિરલબાના સાગરીત ને પોરબંદર પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડ્યો છે અને પોરબંદર લાવી પૂછપરછ હાથ ધરી છે અને તેના પાંચ દિવસના રીમાન્ડની માંગણી થઇ છે. તો હિતેશ ઓડેદરાને પણ કોર્ટમાં લવાયો છે.
મૂળ કુછડીની તથા ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ એક વિડીયો વાયરલ કરીને ૭૦ લાખ ‚પિયાની લેતી દેતી ના પ્રશ્ને તેના પિતા, પુત્ર અને ભૂતપૂર્વ પતિને હિરલબા જાડેજા ના બંગલે ગોંધી રાખ્યાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કર્યા બાદ આ બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને અંતે ગુનો દાખલ થયા બાદ હિરલબા જાડેજા ની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાતા હાલમાં તે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે છે.તો બીજી બાજુ તેના એક સાગરીત હિતેશ ભીમા ઓડેદરા ને જે તે સમયે પોલીસે પકડી પાડ્યો હતો અને ચાર દિવસના રિમાન્ડ ઉપર લીધો છે જ્યારે બીજો ઈસમ વિજય ભીમા ઓડેદરાની તપાસ હાથ ધરવામાં આવતા તે મુંબઈ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું અને બેલા‚શ ખાતે નાસી જવાની પેરવી માં હતો ત્યારે જ મુંબઈની એક હોટલમાંથી તેને પોરબંદર પોલીસે પકડી લીધો હતો અને રવિવારે તેને પોરબંદર લવાતા આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તથા તેની પણ રિમાન્ડ લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application