પરિવાર સાથે પોલીસની વધુ એક મંત્રણા નિષ્ફળ જતાં યુવાનનો મૃતદેહ ન સ્વીકારતાં મામલો ગરમાયો

  • April 28, 2025 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોલીસના ત્રાસથી કચેરીના પટાંગણમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર મૃતક યુવાનના પરિવાર જવાબદાર સામે પોલીસ ફરિયાદની માંગ પર અડગ રહેતાં મૃતકનો મૃતદેહ ન સ્વીકારાયો ન હતો. પોલીસ સાથેની મંત્રણા વધુ એક વખત નિષ્ફળ રહેતાં પરિવારે મૃતદેહ ન સ્વીકારતાં મામલો વધુ ગરમાયો છે.
 ભાવનગરના અલગ-અલગ ત્રણ પોલીસ મથક તેમજ  છોટા ઉદેપુરના એક મળી પ્રોહીબિશનના ચાર ગુનામાં અંદાજે એકાદ વર્ષથી ફરાર શહેરના ઘોઘાજકાત નાકા વિસ્તારમાં રહેતા ખુશાલ ઉર્ફે જીગર ભરતભાઈ માળી (ઉ.વ.૨૫)એ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પોરેલ ફર્લો સ્કવોર્ડની સયુંક્ત કચેરી નજીક  ઝેરી દવા પી લેતાં તેના સારવારાર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં  ટૂંકી સારવારના અંતે ગત તા.૨૫ને શુક્રવારે તેનું સારવારમાં મોત નિપજ્યું હતું.
બનાવને અંગે  મૃતકના માતાએ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને  પેરોલ ફર્લો સ્કવોર્ડના જવાબદાર પોલીસ કર્મચારીઓ દ્વારા નાણાંની માંગ કરી ત્રાસ આપતાં કંટાળીને તેના પુત્રએ આત્મહત્યા કર્યાનો ગંભીર આક્ષેપ કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી  જયાં સુધી ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દિધો હતો. 
દરમ્યાન પોલીસ અને મૃતકના  પરિવારજનો વચ્ચેની વધુ એક વખત મંત્રણા નિષ્ફળ  નિવડી હતી. મૃતકના ભાઈ આકાશે માળીએ જણાવ્યું કે, પોલીસને આપેલી અરજીમાં આક્ષેપિત કર્મચારીઓ વિરૂદ્ધ જયાં સુધી વિવિધત પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ સ્વીકારશે નહી.  જ્યારે સામાપક્ષે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ગંગાજળિયા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  પરિવાર દ્વારા અપાયેલી   અરજીમાં કોઈ પૂરાવા ણ હોવા  છતાં અરજીના આધારે સિટી ડીવાયએસપી દ્વારા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. આમ  પોલીસ અને મૃતક આરોપીના પરિવાર વચ્ચેનાં સઘર્ષમાં સતત ચોથા  દિવસે પણ  મૃતદેહનો સ્વીકાર ન થતાં અતિમવિધિ થઈ શકી નથી. સાથે સમગ્ર મામલો ગરમાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application