જામનગર મહાનગપાલિકાને મેળાનાં સ્ટોલમાંથી રૂ. ૧.૬૬ કરોડની આવક

  • August 09, 2024 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળા માટેનાં પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં મહાનગર પાલિકાને કુલ રૂ. ૧ કરોડ ૬૬ લાખની આવક મળી છે.


જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રદર્શન મેદાન અને નાગેશ્વર વિસ્તારમાં ૧૪૫ દિવસ માટેના મેળાનું આયોજન થયું છે.


થોડા દિવસ પહેલા નાની રાઇડ અને સ્ટોલ માટે નાં જમીનનાં પ્લોટની હરરાજી કરવામાં આવ્યા પછી આજે મોટી રાઇડ માટેનાં પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમ સાત મોટી રાઇડ ની વ્યવસ્થા રાખવામાં આવી છે.જે માટે આજે મળેલ ટેન્ડર મા રૂ.૫૯ લાખ ૯૦ હજાર ની આવક મળી હતી. જ્યારે અગાઉ ના રાઇડ અને ખાણી પીણી નાં સ્ટોલ ની આવક મળી કુલ રૂ.૧ કરોડ ૬૬ લાખ ૬૪ હજાર ની આવક મહાનગર પાલિકા ને મળી છે.

આગામી ૨૦ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધી ૧૫ દિવસ માટેના શ્રાવણી મેળાનું પ્રદર્શન મેદાન તેમજ રંગ મતી નદીના મેદાનમાં મેળા નું આયોજન કરાયું છે. જે બંને સ્થળે આગામી દિવસો દરમિયાન શ્રાવણી મેળા યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application