જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય ખાતે પુષ્પગુચ્છ તથા મોં મીઠું કરાવી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
જામનગર જિલ્લામાં ધો.૧૦ માં ૧૭,૨૩૨, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮,૬૧૮ તથા વિજ્ઞાન પ્રવાહમાં ૧,૭૩૮ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
જામનગર તા.27 ફેબ્રુઆરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.10 તથા 12ની બોર્ડ પરીક્ષાના પ્રારંભે આજે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી તેમજ મોં મીઠું કરાવીને સફળતાનાં શિખરો સર કરવા અંગેની શુભેચ્છાઓ પાઠવવાની સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
કલેક્ટરએ આ સાથે જ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
કલેકટર દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તે અંગેની તમામ બાબતો સુનિશ્ચિત કરાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, શાળાના પ્રિન્સીપાલ અને સ્ટાફે પણ ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહુવા-રાજુલા રોડ પર નેસવાડી ચોકડી નજીક ટ્રકે બાઇકને કચડ્યું, બે શ્રમિકના જીવન-મરણ વચ્ચે ઝોલા
February 28, 2025 03:34 PMસતત ત્રીજા દિવસે સીટીબસનો અકસ્માત એકિટવાને ઉલાળતા મહિલા ૧૦ ફૂટ દૂર ફંગોળાઈ
February 28, 2025 03:29 PM૮૦ લાખના ચેક રિટર્નના વધુ એક કેસમાં સમીર શાહ– શ્યામ શાહની મુશ્કેલી વધી
February 28, 2025 03:27 PMમનપામાં પોણા બે કરોડના કેલેન્ડર કોર્પેારેટરો પરત આપતા હોબાળો
February 28, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech