જામનગરમાં સંત કંવરરામ મંદિરે અનેક કાર્યક્રમો સાથે ૮૫ મો ત્રિ-દિવસીય વર્ષી મહોત્સવ ઉજવાશે

  • October 23, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના નાનકપૂરી ખાતે આવેલ અમર શહીદ સંત કંવરરામ મંદિર ખાતે ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરેલ છે તે તારીખ ૨૩ થી ૨૫ ઓકટોબર સુધી ધાર્મિક કાર્યક્રમો સાથે ૮૫મો વર્ષી મહોત્સવ ઉજવામાં આવશે જેમાં સિંઘ પ્રાંતમાં સિધ્ધ થઇ ગયેલા સંત ભગત કંવરરામ સાહેબના અંશ પરિવારના સાંઈ ધીરજલાલ અને ભાવનગરના સંત વાસુરામ દુઃખ ભંજન સનાતન મંદિરના ગાદીનશિન સાંઈ દીપકલાલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.


આ આયોજનમાં તારીખ ૨૩ના રોજ મંદિર ખાતે રાતે ૧૦ વાગ્યે રામધૂન બાદ તા.૨૪ના રોજ રાત્રી ૦૯ વાગ્યે શોભાયાત્રા,સત્સંગ તેમજ ધર્મિક મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય સિંધી કલાકાર સરલ રોશન દ્વારા પોતાના મધુર સ્વરે સંત કંવરરામ સાહેબના ભજન મ્યુઝિકલ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે જે બાદ અંતે તા.૨૫નાં રોજ સવારથી ધ્વજા રોહણ, સહિત અનેક વિધ કાર્યક્રમોની સાથે ઉજવણી બાદ રાત્રે ભંડારા પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સૌ ધર્મ પ્રેમી આ વર્ષી મહોત્સવનો લાભ લ્યે તેમ અમર શહીદ સંત કંવરરામ મંદિર , જામનગરની સેવા સમીતી દ્વારા અખબાર યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application