સુપ્રીમ કોર્ટે સોમવારે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને તેમનો પોડકાસ્ટ 'ધ રણવીર શો' ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી. કોર્ટે એક શરત મૂકી કે તે પોતાના શોમાં કંઈપણ અશ્લીલ નહીં બતાવે.
યુટ્યુબરે કોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટના આદેશના તે ભાગને દૂર કરવાની માંગ કરી હતી જેણે શોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
હકીકતમાં, સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતા પર અપમાનજનક ટિપ્પણીઓના વિવાદ બાદ, દેશના ઘણા શહેરોમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ પછી, સેલિબ્રિટીઓએ અલ્હાબાદિયાના પોડકાસ્ટ 'ધ રણવીર શો'માં આવવાનો ઇનકાર કર્યો.
અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમની સામે નોંધાયેલી FIR અને તેમની ધરપકડ રોક લગાવવામાં આવે. ૧૮ ફેબ્રુઆરીના રોજ, કોર્ટે રણવીરની અરજી પર વચગાળાનો આદેશ આપ્યો હતો, જેમાં ધરપકડ પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે રણવીર અને તેના સાથીઓ આગામી આદેશો સુધી કોઈ શો કરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMજામ ખંભાળીયામાં હિન્દુ અને મુસ્લિમ પરીવાર વરચે રાત્રીના સમયે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત
March 03, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech