ગુજરાતના દરિયાકાંઠે અને અન્ય વિસ્તારોમાં વાતાવરણમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન વચ્ચે સિંગલ ડીજીટમાં તફાવત છે. તો રાયના અન્ય વિસ્તારોમાં આ તફાવત ઘણો મોટો છે.
છેલ્લા ચારેક દિવસથી સમગ્ર રાજયમાં ધુમ્મસ અને જાકળ વર્ષા જોવા મળે છે પરંતુ આજે તેનો વિસ્તાર અને વ્યાપ ઘટી ગયો છે. માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જ ઝાકળ જોવા મળે છે. આજે ઓખા કંડલા અને પોરબંદરમાં ઝાકળ વર્ષા થઈ હતી. આ ત્રણેય શહેરોમાં સવારે ભેજનું પ્રમાણ અનુક્રમે ૯૦% ૮૫% અને ૯૧% રહ્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારોના લઘુત્તમ અને મહત્તમ તાપમાનની વાત કરીએ તો દ્રારકામાં મહત્તમ તાપમાન ૨૬.૨ અને લઘુતમ તાપમાન ૨૦.૩ ડિગ્રી રહ્યું છે. ઓખામાં મહત્તમ તાપમાન ૨૬.૪ અને લઘુતમ તાપમાન ૨૧.૧ ડીગ્રી નોંધાયું છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે રાજયના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો આજે ઉચકાયો છે યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે અથવા તો યથાવત રહ્યું છે. નલિયામાં ગઈકાલે અને આજે લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી રહ્યું છે ભાવનગરમાં ગઈકાલે ૧૮.૪ અને આજે ૧૭.૨ દ્રારકામાં ગઈકાલે ૨૦.૩ અને આજે ૧૯.૮ ઓખામાં ગઈકાલે ૨૧.૧ અને આજે ૨૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે પોરબંદરમાં આજે અને ગઈકાલે ૧૭,વેરાવળમાં પણ ગઈકાલે અને આજે ૧૯.૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
રાજયના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલની સરખામણીએ આજે બે ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન વધ્યું છે અને આજનું તાપમાન ૧૯.૪ ડિગ્રી નોંધાયો છે અમરેલીમાં ગઈકાલે ૧૫.૭ અને આજે ૧૬.૨ ભુજમાં ગઈકાલે ૧૭.૮ અને આજે ૧૮.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે અમદાવાદ અને વડોદરાના તાપમાનમાં પણ દોઢ ડિગ્રી જેટલો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech