દ્વારકાની હોટેલમાં નવસારીના યુવકનો આપઘાતનો પ્રયાસ

  • May 08, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતા સાથે ઝગડો થતા ટેન્શનમાં યુવક દ્વારકા પહોંચી પગલું ભર્યું


દ્વારકાની શ્રી હોટેલમાં નવસારીના મારવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકે ટેન્શનમાં પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.


પ્રાપ્ત વિગત મુજબ નવસારીમાં રેલવે સ્ટેશન સામે રૂક્ષમણી એપાર્ટમેન્ટમાં રહેતો ભાર્ગવ રમેશભાઈ ગઢવી (ઉ.વ.25) નામનો યુવક ગતરોજ દ્વારકાની શ્રી હોટેલમાં હતો ત્યારે તેણે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા ઉલ્ટીઓ કરવા લાગ્યો હતો. હોટેલના સ્ટાફને જાણ થતા 108 મારફતે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે દ્વારકા પોલીસને જાણ કરી હતી.


યુવક બે ભાઈમાં મોટો છે અને કંપ્નીમાં માર્કેટિંગનું કામ કરે છે, પિતા સાથે કોઈ બાબતે ઝગડો થયા બાદ ઘરેથી નીકળી દ્વારકા પહોંચ્યો હતો. ત્યાં હોટેલના રૂમમાં ટેન્સનમાં દવા પી લીધી હતી. બનાવની જાણ થતા દોડી આવ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application