રાજકોટમાં ઈલેકટ્રીક સિટી બસના ડ્રાઈવરોની અચાનક હડતાલ, મુસાફરોમાં ભારે દેકારો

  • April 18, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત સીટી બસ સેવા અંતર્ગતના ઈલેકટ્રીક બસ સેવાના ડ્રાઈવરોએ આજે સવારથી સ્વૈચ્છીક અઘોષિત હડતાલ પાડતા અટલ સરોવર સ્થિત ડેપો ખાતેથી ઉપડતી ૭૫ જેટલી ઈલેકટ્રીક બસમાંથી એકપણ બસ આજે ઉપડી ન હતી. જેના પગલે મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. દરમિયાન આજે મહાનગરપાલિકા દ્રારા ઈલેકટ્રીક સીટી બસની સંચાલક એજન્સી પીએમઆઈ  નવીદિલ્હીના ડીરેકટર સાથે આ મામલે વાતચીત કરાઈ છે અને તેમને રાજકોટ બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં સીટી બસ સેવાના આસિસ્ટન્ટ મેનેજરે જણાવ્યું હતું કે, ઈલેકટ્રીક સીટી બસના ડ્રાઈવરોએ કોઈપણ પ્રકારનું અલ્ટીમેટમ આપ્યા વિના આજે સવારથી બસોને સેવામાં મુકી નથી તેવું માલુમ પડતા અધિકારીઓેએ એજન્સીનો સંપર્ક કર્યેા હતો અને તેના નવીદિલ્હી સ્થિત ડીરેકટર સાથે વાતચીત કરી તેમને રાજકોટ બોલાવવામાં આવ્યા છે. સીટી બસની એજન્સીના સ્થાનિક અધિકારીઓએ મ્યુનિ. અધિકારીઓના ફોન રીસીવ કરવાનું બધં કરી દીધું છે. આજે બપોરે આ મામલે મીટીંગ યોજાનાર છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, ઈન્દીરા સર્કલ પાસે સીટી બસે હડફેટે લેતાં ચાર નાગરીકોના કરૂણ મૃત્યુ નિપજયા હતા. ત્યાર બાદથી સીટી બસ સેવાના ડ્રાઈવરો પણ વિફર્યા હતા અને હવે એકાએક હડતાલ પાડી દીધી છે. આ લખાય છે ત્યારે એજન્સીના અધિકારીઓને મીટીંગ માટે બોલાવાયા છે અને તમામ મ્યુનિસિપલ અધિકારીઓ અટલ સરોવર ડેપો ખાતે દોડી ગયા હોવાનું જાણવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application