સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ રમત ગમતમાં અવ્વલ
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતા જીતેન્દ્રકુમાર અને હિમાંશુકુમારે તાજેતરમાં યોજાયેલી રમતગમતની સ્પર્ધામાં કરાટે કોમ્પિટિશનમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
જામનગર ડાન્સ કરાટે ક્લબ દ્વારા તાજેતરમાં યોજાઇ ગયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં વેદાંત, કુંજ, શૈલ્ય, પાર્થ, ધ્રુવ, ભરત અને નીતીશકુમાર નામના વિદ્યાર્થીઓએ કરાટે કોચ આકાશસિંહ જાડેજા મારફતે ટ્રેનિંગ પ્રાપ્ત કરીને બ્રાન્ઝ મેડલ મેળવ્યા છે.
આ ઉપરાંત સેન્ટ ઝેવિયર્સ શાળાની વિદ્યાર્થીની હેત્વીબા રવિન્દ્રસિંહ જાડેજાએ અત્રે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભરતનાટ્યમ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. શાળાની અન્ય એક વિદ્યાર્થીને ધન્વી ભાર્ગવભાઈ ભટ્ટએ લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ મેળવી અને સંસ્થા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. જે બદલ શાળાના ફાધર તથા શિક્ષકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech