1007 શખ્સો સામે કાર્યવાહી : 22 ગેરકાયદે વિજજોડાણ કટ કરાયા : પંચકોશી-એ, કાલાવડ ટાઉન વિસ્તારમાં ચેકીંગ કાર્યવાહી : પ્રોહીબીશનના 37 કેશ, 39 આરોપીઓ પકડાયા : હિસ્ટ્રીશીટરોને ચેક કરાયા
રાજયના પોલીસવડા દ્વારા અસામાજીક અને ગુંડા તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવતા રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ડીવાયએસપી દેવધા તથા એલસીબી પીઆઇની સુચના અનુસાર અલગ અલગ વિસ્તારોમાં મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 1007 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે, હીસ્ટ્રીશીટરો તથા ભુતકાળમાં ગુના કરેલ શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા. ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ, પ્રોહીબીશન અને ગેરકાયદે વિજ જોડાણ ધરાવનારાઓને ત્યા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રોહીબીશનના 37 કેશમાં 39 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને ડાયરેકટ જોડાણ મેળવેલ 22 કેશમાં 14.23 લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિશેષ ઝુંબેશ અનિશ્ર્ચિત સમય સુધી શહેર, જીલ્લામાં ચાલુ રહેશે તેમ પોલીસ સુત્રોએ જાણાવ્યુ છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ 15 માર્ચે અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે જામનગર પોલીસ વિભાગ દ્વારા શહેરભરમાં ઝુંબેશ ચલાવી હતી. જે અનુસાર તા.18.03.2025 સવાર સુધીમાં એમ.વી.એક્ટ કલમ 207 મુજબ 38 વાહનો ડિટેઇન કરાયા હતા. 11 હિસ્ટ્રીસીટરો ચેક કરાયા હતા. ગુનાહિત ભૂતકાળ ધરાવનારા 21 વ્યક્તિ ને ચેક કરાયા હતા. 79 જેટલા શક પડેલા ઇસમો ચેક ને ચેક કરાયા હતા.
આ ઉપરાંત 708 શંકાસ્પદ વાહનો ચેક કરાયા હતા. પ્રોહીબિશન અંગેના 54 કેસ કરાયા હતા. 17 ટપોરીઓ- માથાભારે ઇસમોને ચેક કરાયા હતા. 7 ડોઝિયર્સ ચેક કરાયા હતા, જ્યારે ડ્રીંક એન્ડ ડ્રાઈવના 3 કેશ કરાયા હતા. મિલકત સંબંધી 43 આરોપીઓ ચેક કરાયા હતા. 26 લિસ્ટેડ બુટલેગરને ચેક કરાયા હતા. આમ બધા મળી કુલ 1007 લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમાં ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા અસામાજિક ગુંડા તત્ત્વો વિરૂદ્ધ પી.જી.વી.સી.એલ. ને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી, જેના અનુસંધાને 22 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ શોધીને કટ કરવામાં આવ્યા હતા જેવો પાસેથી રૂપિયા 14,23,421 નો દંડ વસુ લાયો હતો ત્યારે આઠ વ્યક્તિઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા માથાભારે શખ્સો કે જેઓ સામે શરીર સંબંધી અથવા તો અન્ય ગેર પ્રવૃતિ અંગેના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, તેવા માથાભારે તત્વોની પોલીસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી, અને પીજીવીસીએલની ટુકડીને સાથે રાખીને તેઓના ઘરે વિજ ચેકીંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી, જે દરમિયાન પાંચ મકાનોમાંથી વીજ ચોરી મળી આવી છે. જે અંગે પાંચ શખ્સો સામે અલગથી વિજ ચોરી અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક પ્રવ્રુતી સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ વીજકંપનીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એન.શેખ અને હાપા પી.જી.વી.સી.એલ. કંપનીના અધિકારીઓના સંકલનમાં રહી જામનગર પંચકોષી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેણાંક ધરાવતા અને શરીર સંબંધી તેમજ ગેરકાયદેસર પ્રવ્રુતી સાથે સંકળાયેલા ફીરોજ ઉફે મુન્નો જુમાભાઈ બાબવાણી રે. (ધુવાવ હાઉસીંગ બોર્ડ) કે જે આરોપી બે રહેણાંક મકાન ધરાવતા હોય બને જગ્યાએ ગેર કાયદે વીજ વપરાશ કરતા ઝડપાયો છે.
ઉપરાંત કિશનભાઇ ભરતભાઇ મકવાણા (રે.અલિયા ગામ), અજયભાઇ રામાભાઈ મકવાણા (રે.અલિયા ગામ), હરપાલસિંહ અજીતસિંહ જાડેજા (રહે અલિયા ગામ) અને વનરાજસિંહ હેમંતસિંહ સોઢા (રે શેખપાટ ગામ)વગેરેના મકાનમાંથી વીજ ચોરી મળી આવી હોવાથી તેની સામે વિજતંત્ર દ્વારા અલગથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આઇજી, એસપીની સુચનાથી શહેર, ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી, એલસીબી તથા અન્ય થાણા અધિકારી અને સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ઇંગ્લીશ દાના 4, દેશી દાના 22, પ્રોહીબીશનના પીધેલના 11 કેશ મળી 37 કેશો શોધી કાઢી 39 આરોપીઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી જામનગર પોલીસે કરી છે. આ દાના કેશોમાં 69 ઇંગ્લીશ દાની બોટલ, 111 લીટર દા મળી કુલ 38300નો મુદામાલ કબ્જે કરાયો છે.
આ ઉપરાંત કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.વી. આંબલીયા તથા સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર સંકલનમાં રહીને ગેરકાયદે પ્રવૃતી કરનારાઓ સામે કડક પગલા લેવાની સુચના અનુસંધાને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કાલાવડના અલ્પેશ બકુલ રાતડીયા, ગૌતમ કાનજી સાગઠીયા, રમેશ બાબુ શુકલ, ગોપાલ રવજી શેખા, લતીફ ઓસમાણ સમા, મહમદહુશેન સતાર ચગદા, હશન જમાલ શોરા, એજાજ ઓસમાણ સમા, યાસીન હાન પાડેલા, વિશ્ર્વરાજસિંહ કનકસિંહ ચૌહાણ, ગફાર બુસા સમા, કેતન વાલજી વૈષ્ણવ, ધર્મેન્દ્રસિંહ હાલુભા જાડેજા, સંજયસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, અખ્તર યુસુફ સુમરા, અકબર અલીખા પઠાણ, બોદુ હશન પટણી, અયાન ઇકબાલ પંજાને ત્યાં કોમ્બીંગ દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી હતી. કોઇ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.
આ કાર્યવાહી દરમ્યાન પ્રોહીબીશનનો એક કેશ, પ્રોહીબીશનની નીલ રેઇડ 4 તથા જાણીતા જુગારી ચેક 1, શરીર સબંધી આરોપી 9, મિલકત સબંધી આરોપી 1 ચેક કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગરમાં નીલકમલ પાછળ જાગૃતીનગર બાવરીવાસ વિસ્તારમાં મીનાબેન, કૌશલબેન, ગોદાવરીબેન, જયસુખ, હરદેવસિંહ ઉર્ફે ભોપીને ત્યાં દેશી દા અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, દા, આથો અને સાધનો જપ્ત કરાયા હતા.
આ ઉપરાંત મેઘપર પડાણા પોલીસ દ્વારા ગઇકાલે જોગવડ વિસ્તારમાં જેકન ચારણ, કામલબેન, માલાબેનને ત્યાં દેશી દા અંગે દરોડા પાડી દા, આથો, ભઠ્ઠીના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech