સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 118 રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ ષડયંત્રનો મુખ્ય આરોપી બીજું કોઈ નહીં પણ તે જ કંપનીના મેનેજરનો ભાણેજ નિકુંજ હોવાનું બહાર આવ્યું છે.
મહત્વનું છે કે આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોબ ઉલ્લેખનીય છે કે નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જે રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી તે ભયભીત થઈ ગયો અને ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું જેથી કોઈને ખબર ન પડે. નિકુંજ હાઈફાઈ લાઈફ જીવી રહ્યો હતો. જેથી તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech