ફુલનાથ મહાદેવ મંદિરથી ૧૫ કિ.મી.ના જંગલ વિસ્તારમાં સિંહણો દેખાઇ: પાંચ દિવસથી ફોરેસ્ટની ટીમના ધામા: છ પાંજરા મુકાયા છે પરંતુ ઉપરથી સુચના મળ્યા બાદ પકડવાનો નિર્ણય લેવાશે: બે રઢીયાળ ઢોર સિવાય બીજુ કોઇ મારણ કર્યુ નથી: જામનગર જિલ્લામાં જો સિંહણ મુકામ કરી જાય તો ઇતિહાસ રચાશે
જામજોધપુર તાલુકાના સડોદર અને કાલાવડના ધુનધોરાજી ખાસ કરીને ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં એક નહીં બે સિંહણ દેખાઇ હોવાથી એક ઐતિહાસિક ઘટનાએ આકાર લીધો છે, જો આ સિંહણો અહીં મુકામ કરી લે તો જામનગર જિલ્લામાં દોઢ સદી બાદ સિંહના મુકામની વાત સાકાર થશે અને એક રીતે આ બાબત જામનગર જિલ્લા માટે એક નવી ઓળખ સમાન પણ બની રહેશે, હાલ બે સિંહણના સગળ મળ્યા છે અને એમણે માત્ર બે રેઢીયાળ ઢોર સિવાય વધુ મારણ કર્યા નથી.
તા.૨ના રોજ સડોદર અને ધુનધોરાજી વિસ્તારમાં દિપડો દેખાયા હોવાની વાત સામે આવ્યા બાદ જામનગર જિલ્લાના ફોરેસ્ટ ખાતાની ટીમ પહોંચી હતી. પરંતુ પ્રાપ્ત થયેલ વિડીયો શુટીંગ અને ફુટપ્રિન્ટ પરથી એવી મહત્વની બાબત પ્રકાશમાં આવી હતી કે, સડોદર તથા ધુનધોરાજી વિસ્તારમાં દેખાયેલ વન્ય પશુ દિપડો નહીં પરંતુ સિંહણ છે.
જંગલ ખુંદી રહેલી ટીમે જયારે આ વન્ય પ્રાણી સિંહણ હોવાની વિગતો આપ્યા બાદ ફોરેસ્ટ ખાતાના વડા અધિકારીઓ તા.૩ ગુરુવારના રોજ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતાં અને મોટી ટીમ દ્વારા સગળ મેળવવાનું શરુ કરવામાં આવ્યું હતું, આ પછી એવી વિગતો સામે આવી હતી કે, ફુલનાથ મહાદેવ મંદિર વિડી વિસ્તારથી લઇને ૧૫ કિ.મી. જેટલા વિસ્તારમાં બે સિંહણો આવી છે અને અહીં મુકામ કર્યો છે.
ફોરેસ્ટની ટીમને એવું પણ જાણવા મળ્યું છે કે, સિંહણ દ્વારા અત્યાર સુધીમાં માત્ર બે રેઢીયાળ ઢોર સિવાય બીજા કોઇ મારણ કરવામાં આવ્યા નથી કે ગામડાઓના કોઇ લોકોને પણ પરેશાન કરવામાં આવ્યા નથી એમના કોઇ પશુઓનું મારણ કરવામાં આવ્યું નથી, અર્થાત કોઇ લોકોને હેરાન કર્યા નથી અને અત્યાર સુધી સિંહણો પોતાની જાતને છુપાવીને જ ફરી રહી છે.
ફોરેસ્ટની મોટી ટીમ પાંચ દિવસથી ધામા નાખીને પડી છે, છ જેટલા પીંજરા પણ સાથે રાખવામાં આવ્યા છે, પરંતુ સિંહણોને પાંજરે પુરવા માટે ફોરેસ્ટની વડી કચેરીના આદેશ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં સિંહની આ વિરલ ઘટના દોઢસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે, જો સિંહણ અહીં મુકામ કરી જશે તો જામનગર જિલ્લા માટે આ એક નવી ઓળખ ઉભી થશે એ બાબતને લઇને પણ ભારે ઉત્તેજના છવાઇ છે અને વન વિભાગ તો આ ઘટનાને ઉત્સવ તરીકે જોઇ રહ્યું છે.
***
ફોરેસ્ટના અધિકારીઓના ૩૦ લોકોની ટીમ સાથે ધામા
સડોદર નજીકના ફુલનાથ મહાદેવ મંદિરના વીડી વિસ્તારમાં સિંહણ દેખાઇ હોવાના વિડીયો ફુટેજ મળ્યા બાદ જામનગર ફોરેસ્ટના ડીએફઓ ધનપાલ, આરએફઓ રાજન જાદવ, લાલપુરના આરએફઓ ભડીયાવદરા, જામજોધપુરના આરએફઓ કોડીયાતર, કાલાવડના રાઠવા અંદાજે પાંચ-પાંચ લોકોની ટીમ સાથે કડકડતી ઠંડીમાં પાંચ દિવસથી ૧૫ કિ.મી.ના જંગલ વિસ્તારમાં ધામા નાખીને પડયા છે અને બંને સિંહણના આઇ વિટનેસ બનવા માટે આતુર છે. આ ઓપરેશન દરમ્યાન ફોરેસ્ટની ટીમને અનેક તકલીફો પડી રહી છે પરંતુ જામનગર જિલ્લા માટે આ એક મોટી ઘટના હોવાથી એમનો એડવેન્ચર પ્રેમ વધુ ખીલી ઉઠયો છે.
***
નવા વિસ્તારની શોધ માટે સિંહણ આવી હોવાનું અનુમાન
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સિંહણ આવી હોવાની બનેલી વિરલ ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, આખરે બરડા અથવા અન્ય કોઇ પણ વિસ્તારમાંથી સિંહણો જામજોધપુર તાલુકાના વિસ્તારોમાં આવી શું કામ છે ?
આ અંગે ફોરેસ્ટના વડા અધિકારીઓએ જણાવ્યું છે કે, બની શકે કે, નવા વિસ્તારની શોધ માટે સિંહણો અહીં આવી છે, સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, જયાં તે રહેતી હોય ત્યાં સિંહની સંખ્યા વધી હોઇ શકે અને એટલા માટે જ નવા વિસ્તારની શોધ એમને હશે કદાચ આ કારણે પણ સિંહણ અહીં આવી હોવાનું બની શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech