મેટોડા જીઆઇડીસીમાં જાહેરમાં જુગાર રમતા સાત શ્રમિકોને ઝડપી લેવાયા

  • April 23, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મેટોડા જીઆઇડીસીમાં આવેલી બી.જી. સ્ટીલ કંપનીની આગળ જાહેરમાં જુગાર રમતા સાત શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી . ૩૫,૭૦૦ ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં આવેલી બી.જી.સ્ટીલ કંપની આગળ જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતાં. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં શમશેર રફીકભાઇ કુરેશી, હલીમ નુરમહોમદ કુરેશી, દિલીપ મુન્નાલાલ બંસલ, ધર્મેન્દ્ર સંજયભાઇ યાદવ, પ્રેમ અણભાઇ ચૌધરી, વિજય વાલજીભાઇ ધલવાણીયા અને વાલજી કપુરજી ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી .૩૫,૭૦૦ ની રોકડ કબજે આ શખસો સામે જુગારધારની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application