રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી છેલ્લા બે દિવસથી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા છે. પહેલા દિવસ પછી બીજા દિવસે પણ અંનત અંબાણીએ પદયાત્રા કરી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં રસ્તામાં મળતા તમામ લોકોને અનંત અંબાણી જય દ્વારકાધીશ બોલે છે. તેમના મુખે એક જ જાપ ચાલી રહ્યો છે અને તે છે જય દ્વારકાધીશ...
મળતી માહિતી પ્રમાણે અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશનાં દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીએ 27મીની મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. બે દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. તેઓ 10 એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.
સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા
Z પ્લસ સિક્યોરિટી સાથે અનંત અંબાણી દરરોજ 10-12 કિલોમીટર અંતર કાપી રહ્યા છે. પદયાત્રા પૂરી કરે ત્યારે જ્યાં પહોંચે ત્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફરે છે અને બીજા દિવસે ત્યાંથી ફરી યાત્રા શરૂ કરે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશિપથી ન્યારા કંપનીની સામે હોટલ શ્યામ-વે સુધી યાત્રા કરી હતી. જ્યાંથી તેઓ પરત રિલાયન્સ ટાઉનશિપ ફર્યા હતા. બીજા દિવસે રાત્રે સાડાત્રણ વાગ્યે ત્યાંથી યાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચ્યા હતા, જ્યાંથી પરત રિલાયન્સ ટાઉનશિપ ફર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજીરાગઢની નદીમાં ચાર યુવાનો ડુબ્યા: બે ના મોત: બે નો બચાવ
April 05, 2025 12:55 PMજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech