હાપામાં બનેલા બનાવ બાદ વધારેલા ભાત અને છાશના નમૂના પણ વડોદરા મોકલતી ફુડ શાખા
જામનગર મહાપાલિકાની ફુડ શાખા દ્વારા મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી સરકારી ગોડાઉન, પાનમસાલા તેમજ અન્ય વેપારીઓને ત્યાં ચેકીંગની કાર્યવાહી કરીને ત્યાંથી નમૂના લઇને વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં.
ફુડશાખા દ્વારા અલગ-અલગ પાંચ સ્થળોએથી પણ ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા હતાં, જગદીશચંદ્ર એન.કંપની ગ્રેઇન માર્કેટ કેસરયુકત પાનમસાલા વિમલ બ્રાંડ, ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ-બેડેશ્ર્વરમાંથી બાજરો, તુવેરદાળ, ઘઉં અને ચોખાના નમૂના લેવામાં આવ્યા હતાં, આ ઉપરાંત શ્રી વલ્લભ બ્રાંડ પેકપાઉચમાંથી જીવાત અને ઇયળ નિકળવા અંગે ફરિયાદ આવતાં ઠકકર એન્ડ કંપની ગે્રઇન માર્કેટમાંથી વલ્લભ બ્રાંડના પેક સોજી 500 ગ્રામ નમૂના લેવાયા હતાં.
આ ઉપરાંત હાપામાં તાજેતરમાં ગણેશ પંડાલમાં ભાત અને છાશ ખાધા પછી 100થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થતાં આ અંગે તપાસ કરીને વધારેલા ભાત તેમજ લંઘાવાડના ઢાળીયે આવેલ બજરંગ ડેરી ફાર્મમાંથી છાશનો નમૂનો લઇને વડોદરા લેબમાં મોકલી આપવામાં આવ્યા હતાં, પૃથ્થકરણ રિપોર્ટ આવે ત્યારબાદ એફએસએસએઆઇ 2006ના નિયમો અને 2011 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી ફુડ ઇન્સ્પેકટર નિલેશ જાશોલીયા અને ડી.બી.પરમાર દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરના સખી ક્લબ દ્વારા સ્નેહમિલન યોજાયું
November 18, 2024 11:07 AMદિલ્હીમાં પ્રદૂષણ બેકાબુ: AQI ૧૧૮૫: ભારે વાહનો પર પ્રતિબંધ
November 18, 2024 11:06 AMમાતા-પિતા વિહોણી 16 દીકરીઓના જાજરમાન સમુહલગ્ન યોજાયા
November 18, 2024 11:04 AMટ્રમ્પ ૨.૦ના ટેરિફ વોરના ભયને કારણે ભારતમાં શરૂ થઇ ગઈ નેગેટીવ અસરો
November 18, 2024 11:01 AMપોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પ્રદર્શન યોજાયું
November 18, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech