શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના અથાગ પરિશ્રમ થકી શાળાએ મેળવ્યું ૮૬.૬૩% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ
‘કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી’ એ સૂત્રને સાર્થક કરતી મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ એસ.એસ.સી. બોર્ડમાં ૮૬.૬૩% જેટલું ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યાં વિદ્યાર્થીનીઓ વિનામુલ્યે એટલે કે કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર શિક્ષણ મેળવે છે, એવી મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનું ગુજરાત બોર્ડનું માર્ચ-૨૦૨૫ નું ધો.૧૦ બોર્ડની પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
માર્ચ-૨૦૨૫ માં સમગ્ર રાજ્યનું પરિણામ ૮૩.૦૮% તેમજ જામનગર જિલ્લાનું પરિણામ ૮૫.૫૫% આવ્યું છે.ત્યારે સજુબા હાઇસ્કુલનું પરિણામ ૮૬.૬૩% આવેલ જે રાજ્ય અને જિલ્લાના પરિણામ કરતાં ઊંચું આવેલ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં એસ.એસ.સી.ના આવેલ પરિણામોમાં સર્વ શ્રેષ્ઠ પરિણામ માર્ચ-૨૦૨૫નું મળતા શાળાના આચાર્યાશ્રી, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ આનંદની લાગણી અનુભવે છે. ગત વર્ષનું એસ.એસ.સી.નું પરિણામ ૮૦.૯૨ % પરિણામ હતું જે આ વર્ષે ૬% જેટલું વધુ આવેલ છે. જે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે શક્ય બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech