જામનગરમાં ક્રેડિટ સોસાયટીને આપેલો ચેક પરત ફરતાં સભાસદને નવ માસની સજા

  • March 19, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની એક ક્રેડિટ સોસાયટી પાસે થી લોન મેળવનાર સુરતના સભાસદ સામે ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં આરોપી ને નવ મહિના ની કેદ ની સજા કરવામાં આવી છે.
જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ મૂળ નાની ભગેડી ગામના અને હાલ સુરતમાં વસવાટ કરતા રાજેશ જમનભાઈ રાદડીયા એ સોસાયટી પાસેથી લોન મેળવી  ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા રાજેશભાઈ  સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ની કલમ  અન્વયે જામનગરની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ જમનભાઈ રાદડીયાને તક્સીરવાન ઠરાવી તેને ૯ મહિનાની જેલની સજા અને ચેકની રકમ રૂ. ૭૯,૭૫૬ નો દંડ ફટકાર્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
આ જ સોસાયટી પાસેથી લોન મેળવનાર પ્રફુલ જાદવજી પરમારે પણ આપેલો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૧૮ મહિનાની કેદની સજા ફટકારી છે અને રૂ. ૩,૦૭,૯૯૫ દંડપેટે ભરપાઈ કરવા હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application