ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોના હસ્તે આજે ખાતમુહૂર્ત: સાંજે ૪:૪પ કલાકે એસટી મથકે યોજાશે કાર્યક્રમ: ટૂંક સમયમાં જ જૂની બિલ્ડિંગ પાડવાનું કામ શરુ થશે
પાંચ દાયકા પહેલાં બનેલા જામનગરના એસટી મથકને રાજ્ય સરકારની યોજના અંતર્ગત અતિ આધુનિક બનાવવાની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે ગૃહમંત્રી અને સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે નવા એસટી મથકનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, લાંબા સમયથી રાજકોટ જેવા એસટી મથક માટે ઈન્તેઝાર કરી રહેલી જામનગરની પ્રજાને આગામી સમયમાં અતિ આધુનિક બસ મથક પ્રાપ્ત થશે. મલ્ટીપ્લૅકસ, શૉપિંગ મૉલ સહિત ગૅસ્ટ હાઉસ, વિશાળ પાર્કિંગ વગેરે બનાવવા અગાઉ જાહેરાત કરાઈ હતી. બાંધકામ હવે ક્યારથી શરુ થાય છે? અને જૂની ઈમારતને ક્યારથી તોડવામાં આવે છે? તે વિગતો હવે જાહેર કરાશે, પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત થઈ જતાં કદાચ આચાર સંહિતા બાદ નવી ઈમારતનું કામકાજ શરુ થઈ શકે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મળેલ મજૂરી અનુસાર જામનગર ખાતે નવા એસટી ડેપોનું આજે સમી સાંજે ખાતમુહૂર્ત ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત મયીબેન ગરચરના હસ્તે થશે. ઉલ્લેખનિય છે કે, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનું આમંત્રણ કાર્ડમાં તેઓના નામનો ઉલ્લેખ છે પરંતુ તેઓની નાદૂરસ્ત તબિયતના કારણે તેઓ ગાંધીનગર ખાતે આરામ કરી રહ્યાં છે.
આજે સાંજે ૪:૪પ કલાકે એસટી ડેપો ખાતે થનારા ખાતમુહૂર્ત સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા તેમજ એસટીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
શહેરીજનોની ઘણાં વર્ષોની નવા એસટી બસ સ્ટેશનની માંગ ફળીભૂત થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત એસટી દ્વારા વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના પ્રમુખ શહેરોમાં અદ્યત્તન એસટી ડેપો બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ૪ વર્ષ પહેલાં જામનગર એસટી ડેપો શરુ થયો નહોતો ત્યારે લાખોટા તળાવ પાસે આવેલ ભૂજિયા કોઠા પાસે તાલુકા અને જિલ્લાઓની બસોનું આવા-ગમન થતું હતું ત્યારબાદ ૧૯૭૦માં હાલ કાર્યરત એસટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજ સુધી આ એસટી ડેપોની હાલત જૈસે થે જેવી છે.
ભૂતકાળમાં જામનગર એસટી ડેપોને રુા.૬૦ કરોડ નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા હતાં, પરંતુ જુનાગઢ અને રાજકોટમાં અદ્યત્તન એસટી ડેપો બની ગયાં અને જામનગરને ફાળે કંઈ આવ્યું ન હતું.
આગામી દિવસોમાં નવું એસટી ડેપો બનશે એટલે તેમાં શૉપિંગ કૉમ્પલેક્ષ, મલ્ટી પ્લેકસ, અદ્યત્તન પાર્કિંગ સુવિધા, ગેસ્ટહાઉસ સહિતની સુવિધાઓ મુસાફરો માટે ઉપલબ્ધ બનશે. જામનગર સૅન્ટર સમગ્ર હાલારનું મુખ્ય સેન્ટર હોય અને મહાકાય ઉદ્યોગોના કારણે અનેક મુસાફરોના આવા-ગમન થતાં હોય ત્યારે નવું એસટી બસ સ્ટેશન બનાવવું ખૂબ જ જરુરી હતું જે વર્ષોથી જામનગર શહેરીજનોની માંગ હતી જે આજે ખાતમુહૂર્તના શુભારંભથી ફળીભૂત થવા જઈ રહી છે.
***
પાંચ દાયકા પહેલાં થયું હતું લોકાર્પણ
હાલમાં કાર્યરત એસટી ડેપોનું શિલારોપણ વિધિ તા.૧૦.૧૦.૧૯૬૬ના રોજ કેન્દ્રના તત્કાલિન રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન જયસુખલાલ હાથીના હસ્તે શિલારોપણ વિધિ થઈ હતી ત્યારબાદ ૧૩.૧.૧૯૭૦ના રોજ તત્કાલિન વાહન વ્યવહાર મંત્રી ચિમનભાઈ પટેલના હસ્તે જામનગર બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું હતું જેને અત્યારે ૫૪ વર્ષ જેવો લાંબો સમય થઈ ચૂક્યો છે અને હાલમાં બસ સ્ટેન્ડ તદ્દન જર્જરિત અવસ્થામાં ભાસે છે જે ઉકત તસવીરમાં દેખાય છે.
***
સંભવત: પ્રદર્શન મેદાનમાં કામચલાઉ એસટી મથક ઉભું થશે
આજે જામનગર એસટી ડેપોનું સમી સાંજે ખાતમુહૂર્ત થશે, સંભવત: પ્રદર્શન મેદાનમાં કામચલાઉ એસટી મથક કાર્યરત કરવામાં આવશે. ગત્ ૭મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર એસટીના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એસટી ડેપોની ઈમારત જર્જરિત હાલતમાં જોવા મળી હતી અને ટીમ દ્વારા નવીનીકરણ માટે કાર્યવાહી આગળ કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા નવું એસટી મથક બનાવવા માટે મંજૂરીની મહોર લાગી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરશિયન બેલિસ્ટિક મિસાઇલોએ યુક્રેનમાં વિનાશ વેર્યો, 11 માર્યા ગયા અને 84 ઘાયલ, 15 ઈમારતોને નુકસાન
November 18, 2024 08:14 PMDelhi-NCR Air Pollution: 300 થી વધુ ફ્લાઇટ્સને અસર, વિમાનો હવામાં ચક્કર લગાવતા રહ્યા
November 18, 2024 08:12 PMગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ USમાં ઝડપાયો, સલમાનના ઘરે ફાયરિંગ કેસ સાથે જોડાયેલ છે તાર
November 18, 2024 08:10 PMજામનગર એસીબીની સફળ ટ્રેપ, સુરેન્દ્રનગરમા ખાણ ખનિજ ખાતાના ક્લાર્કને રૂ10 હજારની લાંચ લેતા ઝડપ્યો
November 18, 2024 06:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech