SIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી

  • April 18, 2025 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

SIP vs સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત ખાસ કરીને છોકરીઓ માટે કરવામાં આવી છે. આ યોજના હેઠળ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરની છોકરીઓનું ખાતું ખોલવામાં આવે છે. તેમાં 8.2 ટકા સુધીનું રિટર્ન મળી જાય છે. જ્યારે SIPમાં રોકાણ કરીને તમને અંદાજિત 12 ટકા સુધીનું રિટર્ન મળી જાય છે. જો કે આ રિટર્ન શેરબજારના ઉતાર-ચઢાવ પર નિર્ભર કરે છે.


SIP અને સુકન્યા સમૃદ્ધિ યોજના બંને જ રોકાણકારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ મોંઘવારીના જમાનામાં ઘણા માતા-પિતાએ બાળકના સારા ભવિષ્ય માટે પહેલાથી જ સેવિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી ભવિષ્યમાં તેમના બાળકને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.


તમે ઇચ્છો તો રોકાણની રકમને અડધી કરીને કેટલીક રકમ SIPમાં અને બાકીની બાકીની રકમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. આથી તમારા પોર્ટફોલિયોમાં પણ બેલેન્સ જળવાઈ રહેશે. જો કે જો તમે આ બંનેમાંથી કોઈ એક પસંદ કરવા માંગો છો, તો નીચે આપેલી ગણતરી જરૂર જુઓ. તે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.


તમારા બાળક માટે શું સારું છે?


સુકન્યા સમૃદ્ધિ યોજના-

આ યોજના તમે ફક્ત 250 રૂપિયા આપીને શરૂ કરી શકો છો. જ્યારે તેમાં મળતું રિટર્ન પણ અન્ય સ્કીમ કરતાં અનેક ગણું વધારે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.2 ટકા સુધીનું રિટર્ન મળે છે. જ્યારે તેમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે. કારણ કે અહીં શેરબજારના ઉતાર-ચઢાવનું કોઈ જોખમ નથી હોતું.


સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ગેરેન્ટેડ રિટર્ન મળી જાય છે.


રોકાણ અવધિ- 15 વર્ષ

મળતું વ્યાજ- 8.2 ટકા

દર મહિને રોકાણની રકમ- 5000 રૂપિયા


ગણતરી-

જો કોઈ વ્યક્તિ પોતાના બાળક માટે દર મહિને 5000 રૂપિયા રોકાણ કરે છે. તો તેને 15 વર્ષ પછી 8,27,321 રૂપિયા રિટર્ન તરીકે મળે છે. તેની સાથે જ 17,27,321 રૂપિયા કુલ રકમ છે. આ 15 વર્ષમાં તમે 9 લાખ રૂપિયા જમા કર્યા છે.


સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન-

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી સરળ રીત છે. તેના હેઠળ રોકાણકારોને ન્યૂનતમ 12 ટકા સુધીનું રિટર્ન મળી જાય છે. જો કે આ રિટર્ન અંદાજિત હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં મળતું રિટર્ન બજારના ઉતાર-ચઢાવ પર નિર્ભર કરે છે.


ગણતરી-

રોકાણ રકમ- 5000 રૂપિયા દર મહિને

મળતું રિટર્ન- 12 ટકા

રોકાણની અવધિ- 15 વર્ષ


જો કોઈ વ્યક્તિ SIPમાં દર મહિને 5000 રૂપિયા રોકાણ કરે છે, તો તેને 15 વર્ષ પછી 12 ટકા રિટર્ન પ્રમાણે 14,79,657 રૂપિયા રિટર્ન મળશે. તેની સાથે જ કુલ રકમ 23,79,657 રૂપિયા થશે. જો કે આ રિટર્ન અંદાજિત છે.


કોણ છે સારું?

SIP કે SSY માંથી કયું રોકાણ પ્લેટફોર્મ તમારા માટે સારું છે. તે તમારી વ્યક્તિગત પસંદ અને ઉદ્દેશ્યો પર નિર્ભર કરે છે. કારણ કે જ્યાં SSY ગેરેન્ટેડ રિટર્ન આપે છે. જ્યારે SIPમાં રોકાણ કરીને તમે મોટું ફંડ તૈયાર કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application