ખંભાળિયામાં સોમવારે રૂડીલાખી માતાજીના 526 માં પ્રાગટ્ય મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

  • July 25, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોહાણા જ્ઞાતિના દત્તાણી પરિવારના આરાધ્ય કુળદેવી પૂજ્ય શ્રી રૂડીલાખી રૂપા માતાજીના 526 માં પ્રાગટ્ય ભવ્ય ઉજવણી ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 29 મી ના રોજ કરવામાં આવનાર છે. આ પ્રસંગે શ્રી રૂડીલાખી માતાજી તથા શ્રી રૂપા માતાજીના હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે


હવનનું બીડું બપોરે 1 વાગ્યે શ્રી રૂડીલાખી માતાજીના મંદિર ખાતે હોમવામાં આવશે. ત્યાર બાદ શ્રી રૂપા માતાના મંદિરે બેડું હોમાશે. આ પછી સર્વે દત્તાણી કુટુંબીજનોના સમૂહ પ્રસાદનું આયોજન કરાયું છે.


આ પ્રસંગની પૂર્વ સંઘ્યાએ રવિવાર તા. 28 મી ના રોજ આઠમના રાત્રે 9:30 વાગ્યે માતાજીના મંદિર ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંદિરના હોલમાં શ્રી ગાયત્રી ગરબા મંડળ દ્વારા ગરબા ગવડાવવામાં આવશે. તા. 28 અને 29 ના બંને દિવસે સાંજે આરતી તેમજ દીપમાળાના દર્શન પણ યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે બહારગામથી આવતા કુટુંબીજનો માટે રહેવાની તેમજ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવનના મુખ્ય યજમાન પદે હસમુખલાલ વૃજલાલ દતાણી પરિવાર (અમદાવાદ વાળા) રહેશે.


આ અંગેની વધુ વિગત માટે ચિરાગ દત્તાણી (મો. 8530533333), દીપક દત્તાણી (મો. 9228888584) તેમજ કુસુમબેન દત્તાણી (મો. 9429976780) નો સંપર્ક સાધવા ટ્રસ્ટી મંડળની એક યાદીમાં જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application